તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામોસણા અંડરપાસ શરૂ થતાં હજુ બે માસ લાગશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા શહેરમાં 14 કરોડના ખર્ચે રામોસણા રેલવે અંડરપાસનું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું હતું. પરંતુ રેલવેની મંજૂરી સહિતના પ્રશ્નોને લઇ આ કામ દોઢ વર્ષ થવા છતાં પૂરું થયું નથી, તંત્ર હજુ બે મહિના લાગશે તેમ જણાવે છે. અંડરપાસના કામને લઇ રામોસણા વિસ્તારના રહીશોને અવર જવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી 2 મહિનામાં અંડરપાસ અવર જવર માટે તૈયાર થઇ જશે. રેલવેની હદ બાદ નવજીવન સાઇડે આરસીસી કામ પૂર્ણ થયું છે, જ્યારે અર્બુદા ભવન તરફ કોંક્રીટનું કામ પૂરું થવામાં છે. કોંક્રીટ કરાયાના 28 દિવસ પછી ફાઇનલ ટચ આપવાનો થશે. અંડરપાસમાં લાઇટીંગ, કલરકામ અને ઇલેક્ટ્રીસિટીનું ફિનીસીંગ કામ બાકી છે. જે ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઇ જશે. રેલવેની હદમાં રેલવે સુપરવિઝન તેમના એલાઇમેન્ટ અને સુપરવિઝન સાથે સંપૂર્ણ અંડરપાસનું કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરાયું છે તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.

વિલંબના આ 3 કારણો
1 60 મીટર રેલ હદમાં અેલાઇમેન્ટ બદલાયું. ભવિષ્યમાં ત્રણ ટ્રેક બને તે રીતે આયોજન કરાયું. ટ્રેક ખોલી અને ઇન્સ્ટોલેશન પૂર્ણ કરાયું. પહેલાં એપ્રુઅલમાં દિવસો લાગ્યા.

2રેલવેથી કટ એન્ડ કવર મેથડથી બ્લોક લગાવવા આરએન્ડબીને રેલવે મંજૂરીમાં બે મહિના લાગ્યા, પછી કામમાં બ્લોક પાડી કટ કરી લેવલીંગ સાથે સાઇડમાં બ્લોક જોડાણમાં ચાર મહિના લાગ્યા.

3પાલિકાની મેઇન ડ્રેનેજ, વરસાદી પાણી લાઇન, સાબરમતી ગેેસ લાઇન, યુજીવી સીએલ, બીએસએનએલ સહિત મોબાઇલ કંપનીઓના કેબલ નેટવર્ક શિફ્ટીંગમાં સમય વધુ થયો. ગેસ લાઇન શિફ્ટીંગમાં મહિનો ગયો.

અંડરપાસની ફેક્ટફાઇલ
અંડરપાસનું કામ શરૂ થયું : ફેબ્રુઆરી, 2017

સમય મર્યાદા : એક વર્ષ

સમયમર્યાદા વધારી : 6 મહિના, હજુ બે મહિના થશે.

ખર્ચ : આર એન્ડ બીના રૂ.7 કરોડ, રેલવેના રૂ.7 કરોડ મળી કુલ રૂ.14 કરોડ.

અંડરપાસની પહોળાઇ : બંને સાઇડ 5 મીટર, અડધા ફૂટનો પાથ-વે.

લંબાઇ : આશરે 500 મીટર

અંડરપાસમાંથી વરસાદી પાણી નિકાલ માટે બંને સાઇડે 17 ફૂટનો કૂવો બનાવાશે.

અંડરપાસની ઉપર બંને સાઇડ રોડ બનાવાશે.

અન્ય સમાચારો પણ છે...