• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણામાં એપલના નામે ડુપ્લીકેટ મોબાઇલનો વેપાર

મહેસાણામાં એપલના નામે ડુપ્લીકેટ મોબાઇલનો વેપાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાશહેરમાં એપલ કંપનીના નામે ડુપ્લીકેટ મોબાઇલ વેચતા 3 વેપારી સામે ફરિયાદ નોંધાઇ છે.

મહેસાણામાં એપલ અને બિઝ કંપનીના નામે ડુપ્લીકેટ મોબાઇલ અને એસેસરીઝ વેચાતું હોવાની બાતમી મળતાં એપલ કંપનીના મનીષ પટેલે બી ડિવિજન પોલીસ સ્ટેશનના હે.કો. સુરજકુમાર સહિત સ્ટાફને સાથે રાખી એસટી વર્કશોપ રોડ પર હિમાલયા કોમ્પલેક્ષમાં વીર મોબાઇલ, રાધે મોબાઇલ અને પરી મોબાઇલની દુકાનોમાં રેડ કરી હતી. જ્યાંથી રૂ.5.42 લાખના ડુપ્લીકેટ મોબાઇલ અને એસેસરીઝ મળી આવતાં જપ્ત કરાઇ હતી. પોલીસે ઉમંગ ભીખાભાઇ પટેલ (રહે. સિલ્વર ઓઝોન ફ્લેટ), રજની નરેન્દ્રભાઇ પટેલ (રહે. શિવ સોસાયટી) અને કલ્પેશ મહેન્દ્રભાઇ ચૌહાણ (રહે. પવનસૂત સોસાયટી)ની વિરુદ્ધ ફરિયાદ નોંધી ધરપકડ બાદ જામીન પર મુક્ત કરાયા હતા.

એસટી વર્કશોપ રોડ પર હિમાલયા કોમ્પ.ની 3 દુકાનોમાં કંપનીની રેડ, 5.42 લાખનો માલ જપ્ત

અન્ય સમાચારો પણ છે...