• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • રાહુલ ગાંધીએ પણ સ્વીકાર્યું, કોંગ્રેસીઓ મને કોંગ્રેસ છોડાવવા માગે છે : વાઘેલા

રાહુલ ગાંધીએ પણ સ્વીકાર્યું, કોંગ્રેસીઓ મને કોંગ્રેસ છોડાવવા માગે છે : વાઘેલા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં બેનર લગાડવાની તપાસમાં પોલીસનું કૂતરું કોંગ્રેસ ઓફિસ તરફ જતું હતું

ગાંધીનગરમાં બોલાવેલા સંમેલનમાં શંકરસિંહ વાઘેલાએ ટેકેદારો સમક્ષ દિલ ખોલ્યું

વાઘેલાએ કહ્યું હતું કે રાજ્યપાલને મહેસાણાના મુદ્દે આવેદનપત્ર જવા માટે ચોવીસ કલાક પહેલા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મને ફોન કર્યો હતો, મેં હા પાડી હતી. રાજ્યપાલને આવેદનપત્ર આપવાની વાત નક્કી હતી, છતાં સહી લેવા બધાના નામ હતા, મારું નામ ન્હોતું. આવી રીતે વડોદરામાં બાપુ સીએમ તેવા બેનર લાગ્યા હતા. શંકરસિંહે કહ્યું મેં વડોદરા પોલીસ કમિશનરને ફોન કરીને કહ્યું, બધું શું ચાલે છે, કમિશનરે મને જવાબ આપ્યો , બાપુ પોલીસનું કૂતરું કોંગ્રેસ ઓફિસ તરફ જાય છે. મેં કહ્યું તો રહેવા દ્યો , આપણે કોઠી નથી સૂંધવી. ઉપરાંત બેનરમાં મારો ફોટો નહીં, મારે ફોટો નથી જોઇતો,મારો ફોટો તમારા દિલમાં છે તે ઘણું. કોંગ્રેસના તમામ હોદ્દેદારોએ બાપુનું સંમેનલ લાઈવ જોયું હતું.

ગાંધીનગરમાં બોલાવેલા સંમેલનમાં શંકરસિંહ વાઘેલાએ ટેકેદારો સમક્ષ દિલ ખોલ્યું

આમ ચૂંટણી જીતાય | કોંગ્રેસમાં છેલ્લી ઘડીએ 28 ટિકિટ બદલાઈ હતી

કોંગ્રેસમાં હાઈકમાન્ડના ઈશારે છેલ્લી ઘડીએ ટીકીટો કેવી રીતે બદલાય છે તે અંગે બાપુએ કહ્યું કે ગત વિધાનસભાની ચૂંટણીમાં મે ગાંધીનગરથી લડવાનું નક્કી કર્યુ તો નિશીત વ્યાસ કહે, બાપુ મારે લડવું છે, મે કીધું તું લડ ભાઇ, અમે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ ખરાને. મને ગાંધીનગરથી કપડવંજ મોકલ્યો. છેલ્લી ઘડીએ 28 બેઠકોની ટીકીટ બદલાતા કોંગ્રેસે 28 બેઠક ગુમાવી અને બહુમતીથી વંચિત રહ્યા.

બાપુનાસૂચનો આવકાર્ય : કોંગ્રેસ

વાઘેલાનાસંમેલન પર પ્રતિક્રિયા આપતા પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે બાપુના સૂચનો છે, કોંગ્રેસ તેને આવકારે છે, કોંગ્રેસ તે દિશામાં આગળ વધશે. જો કે રાહુલ ગાંધીએ સ્વીકાર્યુ કે કોંગ્રેસવાળા બાપુને કાઢવા માગે છે તેવા શંકરસિંહના નિવેદન સામે દોશીએ પ્રતિક્રિયા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...