તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણામાં ટ્યુશન કરતા શાળાના શિક્ષકો સામે કાર્યવાહી કરવા માંગ

મહેસાણામાં ટ્યુશન કરતા શાળાના શિક્ષકો સામે કાર્યવાહી કરવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ શિક્ષક, વાલી અને સરકાર ત્રણેય પાંખ સંકળાયેલા છે.જેમાં સરકારી,અનુદાનિત શાળાઓના શિક્ષક ટ્યુશન કરવા પર પાંબદી ફરમાવવામાં આવેલી છે. પરંતુ સાયન્સ, કોમર્સના મહત્વના વિષય કે અંગ્રેજી વિષયના ટ્યુશનમાં ઘણા વિદ્યાર્થીઓને શાળામાં ફરજ બજાવતા કેટલાક શિક્ષક ફી વસુલીને ભણાવે છે.ટ્યુશન પ્રથા બંધ કરવાના પરિપત્ર છતા ઉલ્લઘન થઇ રહ્યા અંગે મહેસાણા એકેડમિક એસો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને કયા શીક્ષક ક્યા કયા વિષયનું ટ્યુશન કરે છે તેની વિગતો સાથે રજુઆત કરાઇ છે.આ એસોસીએશનને શાળાના શિક્ષક ટ્યુશન કરતા નજરે પડે છે પણ શિક્ષણ તંત્રને હજુ ટ્યુશન કરતા શિક્ષક મળ્યા નથી. અંગે જિલ્લા શિક્ષણાધિકારી જી. ડી. પટેલે જણાવ્યુ હતું કે, ટ્યુશન અંગેની રજુઆત અન્વયે વિભાગના જેતે વિસ્તારના અધિકારીને તપાસ સોપાઇ છે.

શહેરમાં રચિત એકેડેમિક એસોસિએશન દ્વારા 12 શાળાના ટ્યુશનીયા શિક્ષકોની યાદી સાથે શિક્ષણાધિકારીને રજુઆત

અન્ય સમાચારો પણ છે...