તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • પઢારીયામાં આજે નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાશે

પઢારીયામાં આજે નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં ત્રિદીવસીય પ્રવેશોત્સવના બે તબક્કામાં 20600 બાળકોનું શાળામાં પગરણ થશે

મહેસાણાજિલ્લાની ગ્રામિણ શાળાઓમાં આજથી વિદ્યાર્થીઓનો ત્રિદિવસીય પ્રવેશોત્સવ રાજ્ય અને જિલ્લાસ્તરીય પદાધિકારી, અધિકારીઓની ઉપસ્થીતીમાં યોજાશે. જ્યારે આગામી તા. 22થી 24 દરમ્યાન શહેરીવિસ્તારની શાળાઓમાં પ્રવેશોત્સવના કાર્યક્રમો થશે. ગુરુવારે મહેસાણાના પઢારીયા ગામની પ્રા.શાળામાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે બાળ શાળા પ્રવેશીકરણ થશે. બહુચરાજી તાલુકામાં સંસદીય સચિવ ભરતસિહ ડાભીની ઉપસ્થીતિમાં શાળા પ્રવેશોત્સવનો ધમધમાટ શરૂ થશે.જિલ્લા શિક્ષણાધીકારીએ જણાવ્યુ હતું કે, 20600 બાળકોનું નામાકન થયેલુ છે.આ ત્રણ દિવસ દરમ્યાન ધો1માં બાળકોનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. જેમાં 10 તાલુકાના 13 રૂટની વિવીધ શાળાઓમાં રાજ્યસ્તરીય અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...