તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તર ગુજરાત આજે બંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | જ્યુડિશીયલકસ્ટડીમા પાટીદાર યુવાન કેતન પટેલના મોતની ઘટનાના પડઘા રૂપે પાટીદારોએ આપેલા એલનના પગલે બુધવારે મહેસાણા સજ્જડ બંધ રહ્યું હતું. ગુુરુવારે પાટીદારોએ ઉત્તર ગુજરાત બંધનું એલાન આપ્યું છે. મૃતકના શરીર પર ઈજાના 39 નિશાન દેખાતા હોવાનું જાણવા મળ્યું છે જ્યારે તેના પરિવારજનોએ મૃતદેહ લેવાનો ઈનકાર કર્યો છે. ઘટના અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રદીપસિંહ અને ડીજીપી સાથે બેઠક બાદ જણાવ્યું હતું કે સુપ્રીમના આદેશ મુજબ

...અનુસંધાન પાનાં નં.9

ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ મામલે તપાસ કરશે અને સેશન્સજ જજને રિપોર્ટ આપશે. ઘટનાના જવાબદારો સામે પગલાં લેવામાં આવશે. મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી ફરિયાદ ના નોંધાય અને જવાબદારોની ધરપકડ ના થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે જેને પગલે યુવકનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં મુકી રખાયો છે. મહેસાણામાં કેટલીક ખુલ્લી દુકાનો બંધ કરાવવા નીકળેલા 100થી વધુના ટોળાએ પાલિકામા પથ્થરમારો કરી કલર ભરેલો બાટલો ફેંકતા અફડા તફડી મચી હતી જ્યારે રાધનપુર રોડ પર રેસ્ટોરન્ટમા તોડફોડ કરી દાળ,શાકના તપેલા ઉધા વાળતા તંગદીલી પ્રસરી હતી.જ્યારે બીજીબાજુ શહેરભરમા ચુસ્ત પોલીસ બદોબસ્ત ગોઠવાયો હતો.

પાટીદાર યુવાનના મોતની ઘટનાના પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

સમસ્ત પાટીદાર સમાજે આપેલા બંધના એલાનને પગલે સવારથી શહેરના મોટાભાગના વિસ્તારોમા દુકાનોના પાટીયા પડી ગયા હતા.જ્યારે ખુલ્લી દુકાનો બંધ કરાવવા 100થી વધુ પાટીદાર યુવાનો જાહેરમાર્ગો પર નીકળતા વેપારીઓ સાથે થયેલી શાબ્દીક બોલાચાલીને પગલે તંગદીલી સર્જાઇ હતી.જેમાં રંજનના ઢાળ પરથી બાઇકો પર નીકળેલા ટોળાએ પાલિકાના બિલ્ડીગ પર પથ્થરમારો કરતા અત્રેની ચૂંટણી શાખાની બારીના કાચ ફોડી કલર ભરેલી પ્લાસ્ટીકની બોટલ ફેંકતા અફડાતરફડી મચી ગઇ હતી. જ્યારે રાધનપુર રોડ પર ખુલ્લુ રખાયેલ કાલીકૃપા રેસ્ટોરન્ટ બંધ કરાવવા પહોચેલા ટોળાએ અંદર ઘૂંસી જઇ તોડફોડ બાદ શાક,દાળના તપેલા ઉંઘા વાળ્યા હતા જ્યારે અહી કામ કરતી મહિલાની છાતીમા ગડદા મારી રેસ્ટરન્ટ માલિક વિશાલ હસમુખભાઇના ગળામાંથી સોનાનો દોરો તોડી ગયાનો આક્ષેપ પણ કરાયો છે.જ્યારે બીજીબાજુ શહેરમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તમામ વિસ્તારોમા પોલીસ કાફલો ઉતારી દેવાયો હતો.જોકે, દવાની દુકાનો અને દવાખાનાની સાથોસાથ શાળા-કોલેજો રાબેતા મુજબ ખુલ્લી રહી હતી.

નેતાઓની ઓફિસની બહાર પોલીસ બદોબસ્ત

મોઢેરા રોડ પર આવેલ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ,પૂર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલ અને સાંસદ જયશ્રીબેન પટેલની ઓફિસમા અગાઉ અનામત આંદોલન સમયે થયેલી તોડફોડને પરિણામે મંગળવારે મોડીરાતથી અહી એસઆરપી અને પોલીસનો ચુસ્ત બદોબસ્ત મુંકાયો હતો.

પાલિકામા પથ્થરમારાથી કર્મચારીઓમા ભાગદોડ

આશરે 12.45 કલાકે વિજળી ડુંલ થઇ જતા પાલિકાના કર્મચારીઓ ગેલેરીમા ઉભા હતા તે સમયે અહીથી બાઇકો પર પસાર થયેલા લોકોએ અચાનક પથ્થરમારો કરતા અહી સિવણ રૂમની બાજુમા આવેલ ચૂંટણીશાખાની બારીના કાચ ફુટ્યા હતા.કર્મચારીઓના કહેવા મુજબ 100થી વધુ યુવકો મોઢા પર રૂમાલ બાંધીને નીકળ્યા હતા.પેટ્રોલ ભરેલી બોટલને કારણે હોનારત ટળી હતી.

પરિવારનો લાશ સ્વીકારવાનો ઇનકાર

પાટીદાર યુવાનના વિવાદાસ્પદ મોતની ઘટનાના 34 કલાક બાદ સોમવારે સવારે અમદાવાદથી આવેલા 4 તબીબની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરાયું હતું. પોસ્ટમોર્ટમની કાર્યવાહી સવા ત્રણ કલાક ચાલી હતી. પોસ્ટમોર્ટમના સાત પાનાના રિપોર્ટમાં કેતનના શરીર પર 39 ઈજાના નિશાન હોવાનું જણાવાયું છે. જવાબદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ અને ધરપકડના મુદ્દે અડગ પરિવારજનો અને પાટીદારોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કરતાં લાશ કોલ્ડસ્ટોરેજ રૂમમાં મુકવામાં આવી હતી. મૃતકના લોહી, વિસેરા, અંડરવિયર સહિતના 6 બોક્સ FSLને મોકલી અપાયા હતા.

નીતિન પટેલએ પ્રદીપસિંહ અને ડીજીપી સાથે સાથે બેઠક યોજી

મહેસાણમાં ચોરીના આરોપમાં પકડાયેલા કેતન પટેલ નામના પાટીદાર યુવાનનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થવાને કારણે ફરી એકવાર પાટીદારોનો રોષ ફાટી નીકળ્યો છે. એક તરફ ગુરુવારથી સરકાર રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરી રહી છે ત્યારે બીજી તરફ મહેસાણા સહિતનાં ઉત્તર ગુજરાતમાં પાટીદારોનો આક્રોશ ફાટી નીકળતા ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલનું મહેસાણા ખાતેના પ્રવેશોત્સવમાં ભાગ લેવા જવાનું મુશ્કેલ જણાઈ રહ્યું છે. આથી સમગ્ર સ્થિતિનો અંદાજ મેળવવા તેમજ બનતી ત્વરાથી તેના પર કાબૂ મેળવી લેવાના આશયથી નીતિન પટેલ બૂધવારના રોજ સ્થિતિ પર ચાંપતી નજર રાખી હતી. ઉપરાંત ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ડીજીપી ગીથા જોહરી સાથે પણ લંબાણપુર્વકની એક બેઠક યોજી હતી.

સરકારના સૂત્રોના જણાવ્યા મૂજબ મહેસાણામાં અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં પાટીદાર યુવાન કેતન પટેલના કસ્ટોડીયલ ડેથથી અશાંતિ ફેલાય, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને તેની સાથે પોલીસના વર્તનથી લોકો ઉશ્કેરાય નહીં તે પ્રકારની કામગીરી કરવાની સુચના પોલીસ તંત્રને આપવામાં આવી છે. ઉપરાંત નીતિન પટેલે વાતનો પણ અંદાજો મેળવવાનો પ્રયત્ન કર્યો હતો કે શાળા પ્રવેશોત્સવમાં જો તેઓ ઉત્તર ગુજરાતમાં હાજર રહે તો કોઈ વિરોધ કે પ્રદર્શન થાય તેમ છે કે નહીંω સૂત્રોના જણાવ્યા મૂજબ હાલની સ્થિતિ જોતા નીતિન પટેલ કયા સ્થળે હાજર રહેશે તે અંગે જાહેરાત કરવાનું ટાળવું એવો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેતન પટેલના કસ્ટોડીયલ ડેથની યોગ્ય તપાસ કરવા ‘પાસ’એ ડીજીપીને આવેદન આપ્યું

મહેસાણાના બલોલ ગામના પાટીદાર યુવાન કેતન પટેલનું પોલીસ કસ્ટડીમાં મૃત્યું થવાથી પાટીદાર અનામત આંદોલન સમિતિ હરકતમાં આવી છે. ‘પાસ’ના વરુણ પટેલ, અમરિષ પટેલ સહિતના આગેવાનોએ ગાંધીનગર ખાતે રાજ્યના પોલીસ વડાની કચેરીએ જઈને એક આવેદનપત્ર આપ્યું હતું. જેમાં માંગ કરાઈ છે કે, કેતન પટેલનું પોલીસ કસ્ટડીમાં અમાનુષી અત્યાચારના કારણે શરીર સાથે વિકૃત ચેડા કરીને બર્બરતાપૂર્ણ હત્યા કરાઈ છે. જેથી બાબતે તાત્કાલિક અસરથી આરોપીઓ સામે ફોજદારી ગુનો નોંધીને યોગ્ય પ્રક્રિયા હાથ ધરવામાં આવે.

બીજી બાજૂ હાર્દિક પટેલે સોશીયલ મીડિયા દ્વારા એક સંદેશમાં જણાવ્યું છે કે, મહેસાણામાં પ્રવેશ માટેની તેની અરજીને નામંજૂર કરી દેવામાં આવી છે. હાર્દીક પર છેલ્લા 15 મહીનાથી મહેસાણામાં પ્રવેશ પર પ્રતિબંધ છે. ત્યારે હાર્દીકે પોતાના સંદેશમાં જણાવ્યું છે કે, કેતન પટેલની હત્યાના મામલે સરકાર યોગ્ય પગલાં નહીં ભરે તો સવિનય કાનુનભંગ કરીને મહેસાણામાં બળજબરીથી પ્રવેશ કરશે. હાર્દીકે જણાવ્યું કે, તે જેલ જવાથી ડરતો નથી. પાટીદાર સમાજ માટે સરકાર સામે પુરી તાકાતથી લડવામાં આવશે.

પાટીદાર યુવકનું જ્યુ. કસ્ટડીમાં મોત : મહેસાણામાં અજંપો, મૃતકના શરીર પર ઈજાના 39 ઘા, ડિ.મેજિસ્ટ્રેટને તપાસ સોંપાશે : નીતિન પટેલ

અન્ય સમાચારો પણ છે...