તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી નહીં આપો તોય દલિત શક્તિ સંમેલન યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં12મીને બુધવારે યોજાનાર દલિત શક્તિ સંમેલન અને મહેસાણાથી થરાદ સુધીની આઝાદી કૂચને પરવાનગી અપાયા પછી તંત્ર દ્વારા એકાએક રદ કરી દેવાતાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરોએ પરવાનગી રદના હુકમને ગેરબંધારણીય લેખાવી સોમવારે અધિક નિવાસી કલેકટર સમક્ષ મૂળ અરજી ગ્રાહ્ય રાખી સંમેલન અને આઝાદી કૂચને પરવાનગી આપવા હાઇકોર્ટના કેટલાક ચુકાદાની નકલ સાથે માંગણી કરી હતી અને મંજૂરી નહીં આપો તો પણ કાર્યક્રમ તો થશે તેમ જણાવ્યું હતું. જેને લઇ મામલતદાર, પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને સાંજે પણ મંચના આગેવાનો સાથે બેઠક યોજી હતી. જોકે, સંમેલનની પરવાનગી આપવા અંગે કોઇ નિર્ણય લેવાયો નહોતો. બીજી તરફ સંમેલનની જોરશોરથી તૈયારીઓમાં કાર્યકરો કામે લાગ્યા છે.

મંચના હોદ્દેદારોએ મામલતદાર પ્રકાશભાઇ પ્રજાપતિને મંજૂરી અંગે પુન: વિચારણા કરવા અરજી અાપીઇ હતી. સાંજે જિલ્લા પોલીસવડા ચૈતન્ય મંડલિક સાથે બેઠક યોજાઇ હતી. મંચના સહકન્વીનર કૌશિક પરમારે કહ્યું કે, પોલીસ હાલની સ્થિતિ દેખતા મંજૂરી આપી શકાય તેમ નથી તેવું જણાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...