• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • અષાઢી બીજ GSTને લઇ ઓફરો: ઇલેક્ટ્રોનિક ઓટોમોબાઇલમાં 20 થી 50 % સુધી વેચાણ વધ્યું

અષાઢી બીજ-GSTને લઇ ઓફરો: ઇલેક્ટ્રોનિક ઓટોમોબાઇલમાં 20 થી 50 % સુધી વેચાણ વધ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએસટીનાઅમલીકરણને લઇ વખતની અષાઢી બીજના તહેવાર પર ઇલેકટ્રોનિક્સ અને ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ગ્રાહકોને આકર્ષવા ડીલરો દ્વારા મોટી ઓફર કરાઇ રહી છે. જેમાં ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની ખરીદી પર 20થી 50 ટકા સુધી છુટ, જ્યારે ઓટોમોબાઇલમાં એક્સચેન્જ ઓફરની સાથે 5 થી 25 હજારની વિશેષ છુટ અપાય છે. જેને લઇ ચાલુ સાલે ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં 5 ગણો, જ્યારે ઓટોમોબાઇલમાં 50 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

અષાઢી બીજની ઓફરો સાથે જીએસટીને લઇ ઇલેક્ટ્રોનિકસ ક્ષેત્રમાં એલઇડી ટીવી, ફ્રિજ, વોશીંગ મશીન અને ઘરઘંટી સહિતની આઇટમો પર 20 થી લઇ 50 ટકા સુધીની છુટની ઓફરો વિવિધ કંપનીના ડીલરો દ્વારા મુકાઇ છે. તેમજ મધ્યમ વર્ગના ગ્રાહકોને આકર્ષવા સરળ હપ્તાની ઓફર મુકાઇ છે. જેને લઇ સિઝનમાં ઇલેકટ્રોનિક માર્કેટમાં 5 ગણો ઉછાળો જોવા મળ્યો છે. બીજી બાજુ ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ટુ-વ્હીલરમાં સ્કૂટરના મોડલ પર ઇન્સ્યોરન્સ ફ્રીની સાથે બાઇક પર એકસચેન્જ ઓફર આપી છે. કારની ખરીદી પર 5 થી 25 હજારની કેશબેક, ઓનરોડ પ્રાઇઝની 100 ટકા લોન, કાર સર્વિસ અને એસેસરીઝની ઓફર ઉપરાંત અેક્સચેન્જ ઓફર અપાઇ રહી છે.

ઇલેકટ્રોનિક બજારમાં 20થી 50 ટકા ડિસ્કાઉન્ટ, વાહનો પર 100 ટકા લોન સાથે 5થી 25 હજાર સુધી છુટ

અન્ય સમાચારો પણ છે...