અમદાવાદ |અમદાવાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પડેલા ભારે વરસાદને પગલે રસ્તા ધોવાઈ જતા ગુજરાત એસટી બસ સેવા શનિવારે પણ બંધ રાખવાની તંત્રને ફરજ પડી હતી. શનિવારે એસટી નિગમની ઉત્તર ગુજરાત તરફ જતી અમદાવાદ, હિમ્મતનગર, પાલનપુર અને મહેસાણા ડિવિઝનની મળી 1107 જેટલી ટ્રિપ રદ કરાઈ હતી. એસટીના અધિકારીએ જણાવ્યું કે, પાણી ઓસરતા ધીમે ધીમે બસોનું સંચાલન શરૂ કરવામાં આવી રહ્યું છે.


અમદાવાદ |અમદાવાદ સહિત રાજ્યમાં પડેલા ભારે વરસાદ બાદ વિરમગામ - સામખિયાલી સેક્શનમાં માળિયા મિયાણા ખાતે રેલવે ટ્રેક ધોવાઈ જતા અમદાવાદથી કચ્છ તરફનો ટ્રેન વ્યવહાર ઠપ થઈ ગયો છે અને દરરોજ અનેક ટ્રેનો રદ કરવામાં આવી રહી છે. ત્યારે રવિવારે અને સોમવારે પણ 19 જેટલી ટ્રેનો રદ કરવાની તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જ્યારે અનેક ટ્રેનો ડાયવર્ટ રૂટ પર દોડાવવાની સાથે લાંબા અંતરની કેટલીક ટ્રેનો અમદાવાદ ખાતે અટકાવી દેવામાં આવી રહી છે.

રદકરાયેલી ટ્રેનો : અમદાવાદ- અજમેર, ગાંધીધામ - પાલનપુર, દાદર - બિકાનેર, ગાંધીધામ - જોધપુર, દાદર - ભૂજ, ભુજ - પાલનપુર, અમદાવાદ - ભગત કી કોઠી, અમદાવાદ - મહેસાણા, મહેસાણા - આબુરોડ, અમદાવાદ - પાટણ, ભૂજ - દાદર,

ડાયવર્ટકરાયેલી ટ્રેનો : ભૂજ- બરેલી, ગાંધીધામ - કામાખ્યા, ગાંધીધામ - હાવડા, બરેલી - ભૂજ, ભૂજ - બાંદ્રા, બાંદ્રા - ભૂજ, ગાંધીધામ - વિશાખાપટ્ટનમ, પુરી - ગાંધીધામ, બેંગલોર - ગાંધીધામ, શાલીમાર - ભૂજનો સમાવેશ થાય છે.

શિક્ષણ| વરસાદનેલીધે મુલત્વી રહેલી ટેટ-2 20મી ઓગસ્ટ યોજાશે

તંત્ર જાગ્યું| ભયજનકમકાનો ખસેડવાની કામગીરી હજુય ચાલુ

નિર્ણય| વરસાદનાલીધે આજે મ્યુનિ.સેવાઓ ચાલુ રહેશે

રેલવે |19 ટ્રેનો આજેય રદ કરાશે કેટલીક ટ્રેનો ડાયવર્ટ રૂટ પર દોડશે

અસર| રસ્તાધોવાતા ST બસની 1100થી વધુ ટ્રીપો રદ કરાઈ

અન્ય સમાચારો પણ છે...