તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • પાટીદાર યુવકના આપઘાતનોે મુદ્દો કોંગ્રેસે ગૃહમાં ઉછાળ્યો

પાટીદાર યુવકના આપઘાતનોે મુદ્દો કોંગ્રેસે ગૃહમાં ઉછાળ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટીદારઅ્નામત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે એક પાટીદાર યુવાને આત્મહત્યા કરતા મુદ્દો આજે વિધાનસભા ગૃહમાં પણ ઉછળ્યો હતો. કોંગ્રેસના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ બજેટ વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે રાજય સરકાર રોજગારીની વાતો કરે છે, પણ ગુજરાતના યુવાનોને આત્મ હત્યા કરવી પડે છે, હાલમાં એક પાટીદાર યુવાને આત્મ હત્યા કરી છે. તેણે લખેલી સ્યુસાઇડ નોટમાં તેણે સરકારને જવાબદાર ઠેરવતા બાબત સરકાર માટે શરમજનક છે. દરમિયનામાં રાજયના પાણી પુરવઠા મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ ગૃહ બહાર મિડિયાને જણાવ્યું હતું કે પાટીદાર યુવાનની આત્મહત્યા દુખદ છે, તેમણે યુવાનોને અપીલ કરી હતી કે આવેશમાં આવી જઇને યુવાનોએ આવા પગલા ભરવા જોઇએ નહીં. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ક્હ્યું હતું કે યુવાનો આત્મ હત્યા કરી રહ્યા છે, જે યુવાને ગુરુવારે આત્મ હત્યા કરી તે પાટીદાર યુવાન હતો. જો કે તેમના પાટીદાર ઉલ્લેખ સાથે ભાજપના ધારાસભ્યોએ વિરોધ વ્યકત કરતા અધ્યક્ષ આત્મારામ પરમારે એવી ટકોર કરી હતી કે માત્ર યુવાનનો ઉલ્લેખ કરો, સમાજનો ઉલ્લેખ કરકવાની જરૂર નથી.

કોંગ્રેસના ધારાસભ્યે તેમની પાસે આત્મ હત્યા કરનાર યુવાનની મરણોત્તર પત્રની જે વિગત હતી તે ગૃહમાં વાંચી સંભળાવી હતી. મહેસાણામાં મહિલા સંમેલન યોજવા સરકાર મંજૂરી આપતી હતી, પણ અમારી મહિલાઓએ થાળી-વાટકા મુકીને ધોકા લેવાનું નક્કી કરતા મંજૂરી આપવી પડી હતી.

આત્મહત્યા સરકાર માટે શરમજનક

અન્ય સમાચારો પણ છે...