તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • કોંગ્રેસ આજથી પાટીદાર, શાહની ટિપ્પણી મુદ્દે રાજ્યમાં વિરોધ કરશે

કોંગ્રેસ આજથી પાટીદાર, શાહની ટિપ્પણી મુદ્દે રાજ્યમાં વિરોધ કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતપ્રદેશ કોંગ્રેસે રાજ્યપાલને આવેદનપત્ર આપીને કેટલીક માગણીઓ કરી છે જેમાં મહેસાણામાં પાટીદાર યુવાનના મોત બદલ પોલીસ ફરિયાદ દાખલ કરીને સીબીઆઇને તપાસ સોંપવી, ગાંધીજીનું અપમાન કરનાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ માફી માગેે તેમજ ખેડૂતોના દેવા માફીનો સમાવેશ થાય છે.

કોંગ્રેસે જણાવ્યું છેકે મુદ્દે રાજ્યભરના જિલ્લા મથકો પર સોમવારે તા. 12મી જૂને દેખાવ-ધરણાં કરાશે. બાબતે પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતની હાજરીમાં ભરતસિંહે પત્રકારોને સંબોધિત કર્યા હતા. પ્રમુખ સોલંકીએ સરકાર પોલીસ ફરિયાદ કરવા માટે અધિકારીઓને મોકલે છે તે મુદ્દે પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે હજુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરિવારને મળ્યો નથી ત્યારે કઇરીતે પરિવાર પણ પોલીસ ફરિયાદ કરે.

તેમણે કહ્યું કે સરકારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરિવારને આપવાને બદલે કોર્ટમાં જમા કરાવ્યો છે. તે રિપોર્ટ પ્રથમ પીડિત પરિવારને મળવો જોઇએ.

રાજ્યપાલને રવિવારે આવેદનપત્ર આપ્યા પછી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સોલંકી, પ્રભારી ગેહલોત સહિતના નેતાઓ શંકરસિંહ વાઘેલના નિવાસસ્થાને ગયા હતા. જ્યાં તમામ નેતાઓએ સાથે બપોરનું ભોજન લીધું હતું.

અમિતશાહ માફી માગે : ભરતસિંહ સોલંકી

ખુદજેલમાં જઈ ચૂકેલા, તડીપાર થઈ ચૂકેલા શાહે સત્તાના મદમાં વિશ્વ વંદનીય મહાત્મા ગાંધીનું અપમાન કર્યું છે. જેમના જન્મદિવસને વિશ્વ આખુ અહિંસા દિવસ તરીકે ઊજવે છે તેવા મહાત્મા ગાંધીને શાહે ‘ચતુર વાણિયો’ કહ્યા છે. અમિત શાહ તાત્કાલિક માફી માગે તેવી માગ છે.

શંકરસિંહના ઘરે કોંગ્રેસી નેતાઓ જમ્યા

ખેડૂતોના દેવા માફી મામલે પણ જિલ્લા મથકોએ ધરણાં કરશે

અન્ય સમાચારો પણ છે...