• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • બોમ્બે હાઈકોર્ટના અધિકારક્ષેત્રને ગ્રાહ્ય રખાયું

બોમ્બે હાઈકોર્ટના અધિકારક્ષેત્રને ગ્રાહ્ય રખાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
NK પ્રોટીન્સની મિલકત જપ્તી સામેની પિટિશન ફગાવાઈ

1,000 કરોડના કૌભાંડ બાદ એન. કે. પ્રોટીન્સની મિલકતો સામે એનએસઇએલે બોમ્બે હાઈકોર્ટમાં કરાયેલી પિટિશનને આધારે મિલકતો ટાંચમાં લેવાનો આદેશ કર્યો હતો.

એન. કે. પ્રોટીન્સ તરફે થયેલી પિટિશનમાં રજૂઆત કરાઈ હતી કે, તેને એનએસઇએલે પ્રતિબંધિત કરી હતી. કારણે અનેક શૅરધારકોનાં નાણાં ડૂબ્યાં હતાં. બાબતે એક તરફ એનએસઇએલે બોમ્બે હાઈકોર્ટમાં આર્બિટરી પિટિશન દાખલ કરી હતી. કેટલાક શૅરધારકોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ગૃહ વિભાગે એક આદેશ આપી એન. કે. પ્રોટીન્સને લગતી મહેસાણા, પાટણ અને અમદાવાદ જિલ્લામાં આવેલી મિલકતો પર લેણામની નોંધ પાડી તેને અન્યને વેચાણ આપવા સૂચના આપી હતી. એનસીઇએલે રૂ. 969.89 કરોડનાં લેણાં માટે સ્યુટ ફાઇલ કરી રહ્યો છે. આથી એન. કે. પ્રોટીન્સની અમદાવાદ, પાટણ, મહેસાણાની ઑફિસ, બંગલો સહિતની જગ્યાઓ ટાંચમાં લેવાના નિર્ણયને પિટિશન મારફતે હાઈકોર્ટમાં પડકારાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...