તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • વિરાટનગરમાં ફોર લેન, નરોડા ક્રોસિંગ પર સિક્સ લેન ઓવરબ્રિજ બનાવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરાટનગરમાં ફોર લેન, નરોડા ક્રોસિંગ પર સિક્સ લેન ઓવરબ્રિજ બનાવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ્યુનિસિપલકોર્પોરેશન નરોડા રેલવે ક્રોસિંગ પર સિક્સ લેન અને વિરાટનગર ખાતે 4 લેનનો ઓવર બ્રિજ બનાવશે. નરોડા ફ્લાયઓવર માટે રેલવેની મંજૂરી મેળવાશે અને ત્યારપછી કામગીરી હાથ ધરાશે. બંન્ને સ્થળે ઓવરબ્રિજ બને પછી ટ્રાફિકની સમસ્યા હળવી થશે. પ્રાથમિક અંદાજ મુજબ, નરોડા ક્રોસિંગ ફ્લાયઓવર માટે રૂ.80 કરોડથી વધુનો ખર્ચ થવાની શક્યતા છે.

સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણ પટેલે કહ્યું કે, અમદાવાદ અને હિંમતનગર- મહેસાણા નેશનલ હાઈવે જોડતા માર્ગ પર આવેલ નરોડા રેલવે ક્રોસિંગ પર સિક્સ લેનનો ફ્લાયઓવર બનાવાશે. ઓવરબ્રિજની લંબાઈ 800 મીટર અને પહોળાઈ 23 મીટર હશે. બ્રિજ તૈયાર કરવા માટે રેલવે સત્તાવાળાઓની મંજૂરી મેળવવામાં આવશે અને ત્યારપછી કામગીરી હાથ ધરાશે. ચાલુ વર્ષના બજેટમાં નરોડા ક્રોસિંગ ખાતે ફ્લાયઓવર બનાવવા માટે કામ લાવવામાં આવ્યું છે. અગાઉ, 2013ના વર્ષમાં પણ નરોડા ખાતે ઓવરબ્રિજ બનાવવા અંગે જાહેરાત કરીને બજેટમાં કામ લાવવામાં આવ્યું હતું. પરંતુ અગમ્ય કારણોસર બ્રિજનું કામ ટલ્લે ચડ્યું હતું.

વિરાટનગર ખાતે કોર્પોરેશનની પૂર્વ ઝોનની કચેરી નજીક 50 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવાશે. હેતુસર 10 દિવસ બાદ પ્રેઝન્ટેશન કવાયત હાથ ધરાશે. વિરાટનગર જંક્શન પર ટ્રાફિક સમસ્યા વધુ જોવા મળે છે. નારોલ- નરોડા હાઈવેના લીધે રસ્તા પર મોટી સંખ્યામાં ભારે વાહનોની અવર જવર રહે છે તેમજ રસ્તા પર જનમાર્ગની બસો તેમજ નાના-મોટાં વાહનોથી ટ્રાફિકની સમસ્યા રહે છે.

અમદાવાદ અને હિંમતનગર- મહેસાણા નેશનલ હાઈવે જોડતા માર્ગ પર આવેલા નરોડા રેલવે ક્રોસિંગ પર સિક્સ લેનનો ફ્લાયઓવર બનાવાશે. પ્રાથમિક અંદાજ મુજબ ફ્લાયઓવર માટે રૂ. 80 કરોડથી વધુનો ખર્ચ થવાની શક્યતા હોવાની છે. નરોડા ક્રોસિંગના ઓવરબ્રિજની લંબાઈ 800 મીટર અને પહોળાઈ 23 મીટર હશે. બ્રિજ માટે રેલ્વે સત્તાવાળાઓની મંજુરી લેવા માટે પ્રક્રિયા હાથધરાઇ છે. આગામી ડિસે.સુધીમાં કામ શરૂ થવાની શક્યતા છે. અંદાજિત બે વર્ષમાં બ્રિજ તૈયાર થઇ જશે.

નરોડાનો ઓવરબ્રિજ 800મીટર લાંબો, 23મીટર પહોળો હશે

વિરાટનગર બ્રિજ બે વર્ષમાં તૈયાર થશે

વિરાટનગરજંક્શન પર નારોલ- નરોડા હાઈવેના લીધે સંખ્યામાં ભારે વાહનોની અવર જવર રહે છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા 4 લેન ફ્લાયઓવર બનશે. બે વર્ષમાં કામ પુરૂ થઇ જવાની શક્યતા છે.

નરોડાના ફ્લાય ઓવર માટે 80 કરોડ, વિરાટનગર માટે 50 કરોડ ખર્ચનો અંદાજ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો