• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ધાનેરામાં લાયન્સ ક્લબ દ્વારા એન્જોય યોર એક્ઝામ વિષય પર ફ્રી સેમિનાર યોજાયો

ધાનેરામાં લાયન્સ ક્લબ દ્વારા એન્જોય યોર એક્ઝામ વિષય પર ફ્રી સેમિનાર યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા | લાયન્સ ક્લબ ઓફ ધાનેરા દ્વારા 22 ફેબ્રુઆરી રાત્રે હીરાણી પાર્ટી પ્લોટમાં ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ માટે આવનારી પરીક્ષાઓમાં ચિંતા મુક્ત બની પરીક્ષાના ડર વિના યોગ્ય રીતે તૈયારી કરી ઝળહળતી સફળતા મેળવી શકે તે માટે લાઇફ મેનેજમેન્ટ કોચ પરીક્ષિત જોબનપુત્રાના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષિત જોબનપુત્રા દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માટેની તૈયારીની યોગ્ય રીતો અને યાદ રાખવાની કળા વિષે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમની આભારવિધી લાયન્સ ક્લબના ડીસ્ટ્રીક્ટ ચેરપર્સન મગનભાઇ આકોલીયાએ કરી હતી.તસવીર-વિઠ્ઠલ પટેલ

અન્ય સમાચારો પણ છે...