ધાનેરામાં ATM કાર્ડ બદલી ઠગાઈ કરતો શખસ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરામાં લોકોને મદદ કરવાના બહાને એટીએમ કાર્ડના પાસવર્ડ જાણી લઇ ગ્રાહકોના એટીએમ બદલી નાખી ગ્રાહકોના ખાતામાંથી રૂપિયા ઉપાડી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા શખસને પોલીસે શનિવારે ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખસના ખીસ્સામાંથી જુદી-જુદી બેન્કોના અલગ-અલગ વ્યકિતના એટીએમ કાર્ડ મળી આવ્યા હતા.

ધાનેરામાં બેન્કોના ગ્રાહકોને મદદ કરવાના બહાને પાસવર્ડ જાણી લઇ ગ્રાહકોના એ.ટી.એમ. બદલી નાખી ગ્રાહકોના ખાતામાંથી રૂપિયા ઉપાડી લઇ ગ્રાહકો સાથે છેતરપિંડી કરતો શખસ શનિવારે પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે. ધાનેરામાં આવેલ અલગ-અલગ બેન્કોના એ.ટી.એમ. મશીનો ઉપર બનતા છેતરપિંડીના બનાવો રોકવા સારુ ધાનેરા ટાઉનમાં પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સ્ટેટ બેંન્ક ઓફ ઇન્ડીયાના એ.ટી.એમ. મશીન પાસે એક શખસ જે ગ્રાહકો રુપિયા ઉપાડવા જાય તેમજ ઉપાડીને નિકળે તે ગ્રાહકોની આજુબાજુમાં આંટા ફેરા મારતો હોઇ શકમંદ હાલતમાં મળી આવતાં પકડી પુછપરછ કરતાં ધાનેરા પોલીસ સ્ટેશનમાં ગુનાની કબુલાત કરી હતી. તેમજ તેની તલાસી લેતાં ખીસ્સામાંથી જુદી-જુદી બેન્કોના અલગ-અલગ ઇસમોના એ.ટી.એમ. કાર્ડ કબજે કરી રમેશભાઇ ઉર્ફે રમો સામતીભાઇ સોલંકી (રહે.માંડલ, તા.ધાનેરા) ને પકડી પાડી પીએસઆઈ એન.સી. ચૌહાણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...