તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુડા ફીડરથી ભીમપુરા તળાવ થઇ ચિમનાબાઇતળાવ ભરવા માગણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સતલાસણા- ખેરાલુના કાંઠા વિસ્તારના 25 ગામોમાં બોર કૂવા નિષ્ફળ ગયા કે બંધ થવા જઇ રહ્યા છે, ત્યારે ખેતીમાં સિંચાઇ માટે કુડા ફીડરથી ધરોઇ કે નર્મદાનું પાણી ભીમપુરા વરસંગ તળાવમાં નાખી ચિમનાઇ તળાવમાં લઇ જવાની તૈયાર યોજના અમલમાં મૂકવાની માંગણી વિસ્તારના ખેડૂતોએ સોમવારે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ કલેકટર કચેરીમાં કરી હતી.

સતલસાણા- ખેરાલુ કાંઠા વિસ્તારમાં ભીમપુરા, રીંવડા, ખીલોડ, પીરોજપુરા, જસપુર, વગાટ, વરેઢા, સુદાસણા, ઉમરેચા, ભાલુસણા, હિંમતપુરા, ડાઓલ, ડાલીસણા, જોરાપુરા, મહેકુલપુરા, મહીયલ, કેસરપુર, ડભોડા,અરઢી સહિત 25 ગામોમાં ઘણા ખરા બોરકૂવા ફેઇલ થયા છે અથવા બંધ થવા જઇ રહ્યા છે. વરેઢાના ખેડૂત ભરતભાઇ પ્રજાપતિએ કહ્યું કે, વિસ્તારમાં ખેડૂતોને જીવનનિર્વાહનો હવે એક જ વિકલ્પ છે નહિ તો ખેડૂતો પાક વગર મુશ્કેલીમાં મૂકાશે. ધરોઇ નર્મદા ડેમનું પાણી ભીમપુર વરસંગ તળાવમાં નાખી ચિમનાબાઇ તળાવમાં લઇ જવાની યોજના તૈયાર થઇ છે. જેનું ગત 24 ઓક્ટોબરે ટેસ્ટીંગ થયું હતું, પરંતુ ત્યારબાદ પાણી બંધ થયું છે. સત્વરે 100 ક્યુસેક પાણી સતત આપી ભીમપુર તળાવ ભરી રૂપેણ મારફતે ચિમનાબાઇ તળાવમાં ચાલુ કરવા માંગણી કરાઇ છે. અરઠી થઇને ચિમનાબાઇમાં પાણી આવે તો ગ્રામજનોનો જીવનનિર્વાહ ટકી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો