તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Mehsana News Kite Festival Held At Mehsana Police Parade Ground Was Attended By 45 Kites From 45 Countries And 55 From 5 States 065553

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલા પતંગોત્સવમાં 15 દેશોના 45 તેમજ 5 રાજ્યોના 55 પતંગબાજોએ ભાગ લીધો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા : મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રવિવારે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં દેશ-વિદેશના 100 પતંગબાજોએ જાતભાતના પતંગો ચગાવી શહેરીજનોના મન મોહી લીધા હતા. જેમાં સાઉથ કોરીયા, ઇન્ડોનેશિયા, પોલેન્ડ અને મુંબઇના પતંગબાજોના પતંગ ધ્યાનાકર્ષક બન્યા હતા. બાળકોએ પતંગબાજો સાથે સેલ્ફી લીધી હતી. પતંગોત્સવને સંસદ સભ્ય શારદાબેન પટેલે ખુલ્લો મૂક્યો હતો. રાજ્ય સભાના સભ્ય જુગલજી ઠાકોર, ધારાસભ્ય ડો.આશાબેન પટેલ, કરશનભાઇ સોલંકી, અજમલજી ઠાકોર, ડીડીઓ એમ.વાય. દક્ષિણી, એસપી મનિષસિંહ, નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, પ્રાંત અધિકારી વિમલભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મહેસાણાથી પતંગબાજો રોમાંચિત થયા :
પોલેન્ડના બારબરા મિચલીકે જણાવ્યું કે, અહીં ખૂબ ઉત્સાહિત છું. મહેસાણાના લોકો અને ખાસ કરીને યુવાનો અને બાળકો અમારી સાથે સેલ્ફી લઈને રોમાંચિત થઇ ઊઠ્યા હતા. તો લીથુનિયાની પતંગબાજ બોરાએ જણાવ્યું કે, હું ગુજરાતના લોકોની ઉત્સવપ્રિયતાથી પરિચિત છું. પતંગબાજોનાં જેલીફીશ, ડ્રેગન, મીકીમાઉસ, સ્ટ્રોબેરી આકાર, મીકીમાઉસ, વ્હેલ આકારનાં રંગબેરંગી પતંગો લોકોમાં પ્રિય બન્યાં છે.

સાઉથ કોરીયાના 120 પતંગનો ફીંચ પતંગ :
સાઉથ કોરીયાના પતંગબાજના એક જ હારમાળામાં ટચુકડા 120 પતંગની વેરાઇટીના ફીંચ તેમજ ઇન્ડોનેશિયાના 45 મીટર લાંબા કોબ્રા પતંગે ખાસ્સુ આકર્ષણ જમાવ્યું હતું. આ રંગબેરંગી પતંગની આકાશી ઉડ્ડાન નિહાળી પતંગરસિકોએ મોબાઇલ કેમેરામાં ક્લીક કર્યા હતા.

મુંબઇના તમામ 125 મોર પતંગ ન ઉડાવ્યા
મુંબઇના પતંગબાજ અબ્બાસભાઇ અને ટીમ 125 મોર (પીકોક)ની ટ્રેઇન કાઇટ(પતંગ)નું નજરાણું રજૂ કર્યું હતું. એક પછી એક ટચુકડા મોર પતંગ દોરી વછુટતાં આકાશમાં ચગાવી રહ્યા હતા. 70-80 છોડ્યા પછી થંભી ગયા. તેમને પૂછ્યું તો કહ્યું, 50 હજારની આ ટ્રેઇન કાઇટ છે, મેદાન આસપાસ માંજા દોરીના પતંગ પણ ચગી રહ્યા છે. રખેને કાપી જાય તો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો