તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળે 717 યુવક અને 741 યુવતી મળી 1458 છાત્રોને 1.27 કરોડ સ્કોલરશીપ આપી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પૂર્વ ચેરમેન અને કડી સર્વ વિશ્વ વિદ્યાલયના પ્રેસિડેન્ટ સ્વ.માણેકલાલ એમ.પટેલની 7મી પુણ્યતિથિ નિમિત્તે શનિવારે સંસ્થાના 717 ભાઈઓ અને 741 બહેનો મળી કુલ 1458 વિદ્યાર્થીઓને રૂ.1.27 કરોડની સ્કોલરશીપ એનાયત કરાઇ હતી. જેમાં 844 વિદ્યાર્થીને મેરીટ સ્કોલર શીપ પેટે રૂ.77,02,669 તેમજ 614 વિદ્યાર્થીઓને રૂ.49,49,384 ફી માફી કરાઇ હતી.

આ પ્રસંગે ગાંધીનગર સ્થિત VPMP પોલિટેકનિકના દાતા વિષ્ણુભાઈ પટેલે સંસ્થાના કર્ણધારો છગનભા, માણેકલાલ પટેલથી લઈને વર્તમાન કર્ણધારો ડૉ.કનુભાઈ અને ચેરમેન વલ્લભભાઈ પટેલના વિદ્યાર્થી વિકાસના અભિગમની વાત કરી હતી. નર્સિંગ કેમ્પસના દાતા ભગુભાઈ પટેલે નો સ્ટડી-વિધાઉટ કડી\\\'એ સૂત્ર સર્વ વિદ્યાલય કેળવણી મંડળે સાચા અર્થમાં સાર્થક કર્યું છે તેમ જણાવ્યું હતું. સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ પટેલે આ સંસ્થામાં ભણતા મોટા ભાગના વિદ્યાર્થીઓ મધ્યમ પરિવારના ખેડૂત પરિવારોના હોઇ આર્થિક કારણોસર તેમનો અભ્યાસ અધવચ્ચે બંધ ના થઇ જાય તે જોવાની અમારી જવાબદારી છે, પૂ.છગનભાના કર ભલા હોગા ભલા સૂત્રને સાર્થક કરવામાં સંસ્થાના દરેક ટ્રસ્ટી મંડળ પ્રયાસરત છે.સ્વ.માણેક દાદાને યાદ કરતાં કહ્યું કે, એમનાં વિચારોને ચરિતાર્થ કરવા એ જ સાચી શ્રદ્ધાંજલિ છે.

વિદ્યાલયના ડાયરેક્ટર ડૉ.ગાર્ગી રાજપરાએ સંસ્થાના યોગદાનની જાણકારી આપી હતી.પ્રમુખ ડૉ.કનુભાઈ પટેલે દાતાઓનો પરિચય અને કેમ્પસ ડાયરેકટર ડૉ. અજયભાઈ ગોરે આભારવિધિ કરી હતી.

સ્વ.માણેકલાલ પટેલની પુણ્યતિથિએ છાત્રોને સ્કોલરશીપ એનાયત કરાઇ.

અન્ય સમાચારો પણ છે...