તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે દુષ્કર્મ અને પોક્સોના સંવેદનશીલ ગુનામાં સાક્ષી ભય વિના જુબાની નોંધી શકશે: ન્યાયમૂર્તિ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સર્વોચ્ચ અદાલતના આદેશ અને ગુજરાત હાઇકોર્ટની સૂચના મુજબ રવિવારે જિલ્લા અદાલત મહેસાણા ખાતે વ્યથિત સાક્ષી જુબાની કેન્દ્રને ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ અને મહેસાણા જિલ્લા યુનિટના જજ એ.એસ. સુફૈયાના હસ્તે ખુલ્લુ મુકાયું હતું. આ કેન્દ્રમાં દુષ્કર્મ અને પોક્સો એકટ જેવા ગંભીર અને સંવેદનશીલ ગુનાઓમાં ભોગ બનેલા સાક્ષીની જુબાની બંધબારણે ઘર જેવા જ ભયમુક્ત વાતાવરણમાં નોંધી શકાશે.

આ પ્રસંગે જિલ્લા અદાલતના મુખ્ય જજ ડી.એ. જોશી, પ્રિ. જજ એન.આર. જોશી, જોઇન્ડ ડિસ્ટ્રિક્ટ જજ હેમાંગ રાવલ, બાર કાઉન્સિલ મેમ્બર કિશોરભાઇ ત્રિવેદી, મહેસાણા બાર એસો. પ્રમુખ આર.એન. બારોટ, સરકારી વકીલ સી.એસ. રાજપૂત સહિત ઉપસ્થિત રહ્યા હતા. હાઇકોર્ટ જજ અને જિલ્લા અદાલત જજે કહ્યું કે, લોકો આવા ગુના કર્યા પછી પસ્તાતા હોય છે. ત્યારે લોકજાગૃતિ અભિયાનની જરૂર છે. જેથી આવા ગુના ન બને અને કેન્દ્રની જરૂર ન પડે. અત્રે ગોપનિયતા જળવાય એવું સગવડ યુક્ત કેન્દ્ર તૈયાર કરાયું છે. ખાસ કરીને ભોગ બનનારની ઓળખ ગોપનિય બની રહે તે જરૂરી છે. ડિસ્ટ્રિક્ટ જજે કહ્યું કે, સૌપ્રથમ હૈદરાબાદમાં કોર્ટ પાસે ચિલ્ડ્રન ફેમિલી કોર્ટ બની હતી. ગુજરાતમાં મહેસાણા ખાતે આ 10મું વ્યથિત સાક્ષી જુબાની કેન્દ્ર શરૂ થયું છે.

સાક્ષીની જુબાની અદાલતમાં વીડિયો કેમેરાથી કોર્ટ જોઈ અને સાંભળી શકશે

વ્યથિત સાક્ષીની જુબાની આપવા કોર્ટમાં આવે ત્યારે પણ આરોપીના સંપર્કમાં પણ ન આવે તે રીતે અલાયદી પ્રવેશ વ્યવસ્થા રાખવામાં આવી છે. વ્યથિત સાક્ષીની જુબાની ખુલ્લી અદાલતને સંલગ્ન અલાયદા રૂમમાં લેવાશે. જે ખુલ્લી અદાલતમાં વીડિયો કેમેરાની મદદથી કોર્ટ જોઈ શકશે અને ખુલ્લી અદાલતમાં સાંભળી શકાશે, પરંતુ ભોગ બનનાર કે આરોપી એકબીજાથી સીધા સંપર્કમાં આવશે નહીં. જેથી ભોગ બનનાર આરોપીથી ડર રાખ્યા વિના ભયમુક્ત વાતાવરણમાં જુબાની આપી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો