મહેસાણા જિલ્લાની 23 કોલેજોના વિદ્યાર્થીઓ માટે 20મીએ જોબફેર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મહેસાણા જિલ્લાની 22 કોલેજો અને એક ટેકનિકલ ઇન્સ્ટિટ્યુટના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થાય તે પહેલાં રોજગારીની તક પ્રદાન કરાવતા જિલ્લા કક્ષાના રોજગારલક્ષી ભરતી મેળાનું 20મી ફેબ્રુઆરીએ આયોજન કરાયું છે. જેમાં 4000 જગ્યા સામે 5400 વિદ્યાર્થીઓએ ઉમેદવારી
નોંધાવી છે.

મહેસાણા નાગલપુર સ્થિત મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ, સરકારના શિક્ષણ સહિતના વિભાગો તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે 20મી ફેબ્રુઆરીએ નાગલપુર કોલેજ કેમ્પસ ખાતે જોબફેર યોજાશે. જેમાં વિવિધ 173 ખાનગી ઔદ્યોગિક સાહસો તથા વેપારી સંસ્થાઓ તરફથી વિવિધ કેડરમાં ચાર હજાર જેટલી જગ્યાઓની ભરતી માટેની ડિમાન્ડ આવી છે અને આ જોબફેર માટે 5400 વિદ્યાર્થીઓએ જુદીજુદી જગ્યા માટે ઉમેદવારી નોંધાવી છે.

નાગલપુર કોલેજના આચાર્ય ર્ડા. ડી.આર.પટેલ અને નોડલ ઓફિસર પ્રો. જે.કે. જોશીએ કહ્યું કે, ગત વર્ષે સફળતાપૂર્વક ભરતી મેળો યોજાયો હતો, ત્યાર પછી આ વર્ષે ફરી આયોજન કરાયું હોઇ સફળતા મળશે
તેવી આશા છે.

173 ખાનગી ઔદ્યોગિક સાહસોમાં 4000 જગ્યા માટે ભરતી માટે 5400 વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી
અન્ય સમાચારો પણ છે...