તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા BOBના કર્મચારીના ટેબલ પરથી દાગીના ચોરનારો ચોર ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાની બેંક ઓફ બરોડાના કર્મચારીના ટેબલ પર મુકેલા પર્સમાંથી રૂ 5 લાખના સોનાના દાગીના ચોરી કરનારો ચોર 9 મહિના બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાતા શહેર એ ડિવિજન પોલીસે અમદાવાદના 3 ચોકસીઓને ત્યાંથી તમામ દાગીના કબ્જે લેવા સહિતની કાર્યવાહી કરી હતી.

મહેસાણામાં સાયોના પરીસરમાં રહેતા દયાબેન પ્રિયંકભાઇ શેઠના બેંક ઓફ બરોડામાં પોતાના ટેબલ પરથી ગત 17 ડિસેમ્બર,2018 બપોરે 12.40 વાગ્યે સોનાના રૂ 5 લાખના દાગીના ભરેલુ પાકીટ ચોરી થયાની શહેર એ ડિવિજન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.પીએસઆઇ વાઘેલાએ બેંકમાંના સીસી ટીવી ફૂટેજના આધારે આરોપીના ફોટા રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં મોકલી આપ્યા હતા .તાજેતરમા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ચોરીના બે ગુનામા દાફડા (વણકર) જયંતીભાઇ ઉર્ફે જીતુ માવજીભાઇ મુળ સિસાંગ તા.કાલાવાડ.જામનગર અને હાલ અમદાવાદની ધરપકડ કરી હતી અને શહેર એ ડિવિજન પોલીસે મોકલી આપેલ ફોટા મુજબનો આરોપી હોઇ તેમને જાણ કરી હતી.ટ્રાન્સફર વોરંટથી મહેસાણા લવાયેલા જયંતી દાફડાએ 3 દિવસના રિમાન્ડ દરમિયાન તેને ચોરીના દાગીના વાડજ ખાતે આવેલા 3 જવેલર્સને ત્યાં વેચાણ આપ્યાની કબુલાત કરતા પોલીસે રૂ 5 લાખના દાગીના રિકવર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...