તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉ.ગુ.માં વહેલી સવારે ધુમ્મસ બાદ દિવસ સામાન્ય ઠંડો રહ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તર ગુજરાતમાં રવિવારે વહેલી સવારે ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું. દિવસે સામાન્ય વાદળોની અવરજવર રહી હતી.જોકે મોડી સાંજે ઠંડીનો ચમકારો સામાન્ય વધ્યો હતો. રવિવારે મહેસાણામાં 10.8, પાટણમાં 11, ડીસામાં 12.6, ઇડરમાં 12.5 અને મોડાસામાં 11.2 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી.

રવિવારે સવારે 8.30 વાગે 14.2 ડિગ્રીથી 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઠંડા પવન અને સામાન્ય વાદળાંના કારણે દિવસના તાપમાનમાં અડધો ડિગ્રી ઘટાડો નોંધાયો હતો. લઘુતમ તાપમાન 10.8થી 12.6 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરપૂર્વીય પવનના કારણે આગામી 24 કલાકમાં ઠંડીમા સામાન્ય વધારો જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...