તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ નજીક રસ્તે રઝળતી ધો-10ની ઉત્તરવહી મહેસાણાની હોવાનું અનુમાન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટના ગોંડલ નેશનલ હાઇવે પર વીરપુર નજીક રસ્તા પરથી ગુજરાતી ભાષામાં ઉત્તરવહીઓનો ઢગલો પડ્યો હતો, જેમાં કેટલીક ફાટેલી હાલતમાં હતી. આ મેસેજ વહેતા થતાં રાજ્ય શિક્ષણ બોર્ડના અધિકારીઓ તપાસમાં દોડતા થયા હતા. આ ઉત્તરવહીઓ મહેસાણાના ધોરણ 10ના વિદ્યાર્થીઓની હોવાનું મનાય છે. શિક્ષણ બોર્ડે તપાસ ચાલુ કરી છે, તપાસમાં જે કસુરવાર હશે તેમની સામે પગલાં લેશે. હાલ મહેસાણાની જ ઉત્તરવહી છે એવું સ્થાનિક કક્ષાએ ખબર ન પડે.

આ અંગે મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલે કહ્યું કે, મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે, રાજકોટ સાઇડ ઉત્તરવહીઓ મળી તે મહેસાણાની હોવાનું અનુમાન છે. જોકે, તેની ઉપર બારકોડ સ્ટીકર હોય છે. અહીં તો વિદ્યાર્થીઓની પરીક્ષા બાદ ઝોનલ કચેરીએથી ઉત્તરવહીઓ નંદાસણ, ગણેશપુરા પાલા કેન્દ્રમાં જાય છે, ત્યાંથી બોર્ડ નિયુક્ત કર્મચારીઓ દ્વારા ગોપનીય રીતે એટલે કે પાલા પદ્ધતિથી ઉત્તરવહીનો વાહનમાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં મોકલાતી હોય છે. મહેસાણા જિલ્લામાંથી આ ઉત્તરવહીઓ મળી નથી. પાલા કેન્દ્ર સુધી કોઇ મુશ્કેલી આવેલી નથી. કેટલીક ઉત્તરવહીઓ રાજકોટ સાઇડ રસ્તે જોવા મળ્યાનું મીડિયાથી જાણ્યા પછી શિક્ષણ બોર્ડમાં માહિતી આપી હતી. શિક્ષણ બોર્ડે તપાસ ચાલુ કરી છે, તપાસમાં જે કસુરવાર હશે તેમની સામે પગલાં લેશે. હાલ મહેસાણાની જ ઉત્તરવહી છે એવું સ્થાનિક કક્ષાએ ખબર
ન પડે.

કસુરવારો સામે બોર્ડ કડક પગલાં લેવાશે : શિક્ષણાધિકારી

શિક્ષણ બોર્ડનું ધ્યાન દોરાતાં તપાસ હાથ ધરાઇ

અન્ય સમાચારો પણ છે...