તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્યકર્મીની હડતાળ,વૈકલ્પિક વ્યવસ્થા કરવા જિ.પં.ની રજૂઆત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લામાં છેલ્લા 11 દિવસથી ચાલી રહેલી આરોગ્ય કર્મીઓની હડતાળનું નિરાકરણ નહીં આવતાં હવે બે દિવસમાં યોગ્ય નિર્ણય ન આવે તો ઉગ્ર કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી બાજુ આરોગ્ય સેવા કથળતા જિલ્લા પંચાયત પ્રમુખે સરકારને વૈકલ્પિક વ્યવસ્થા કરવા કે યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી છે. સોમવારે રામધૂન કરનાર આરોગ્ય કર્મીઓએ મંગળવારે સરકારને સદબુદ્ધિ મળે તે માટે ગાયત્રી યજ્ઞ કરશે.

જિલ્લામાં 654 કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. હડતાળને કારણે સગર્ભા મહિલાઓ અને બાળકોને અપાતી રસીકરણની કામગીરી બંધ છે. પેટા કેન્દ્રોના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાતાં ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ અસર પડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો