તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંઝાના બ્રાહ્મણવાડા ઓપીમાં જ બે જમાદાર 7 હજારની લાંચમાં પકડાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊંઝા પોલીસ સ્ટેશનના બ્રાહ્મણવાડા આઉટ પોસ્ટના હેકો.જસવંતસિંહ પૃથ્વીસિંહ પરમાર અને પોકો.ભીખુભા મનુભા વાઘેલા મંગળવારે બ્રાહ્મણવાડા ઓપીમાં જ રૂ.7 હજારની લાંચ લેતાં મહેસાણા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા. દારૂના ગુનામાં આરોપીને હેરાન નહીં કરવાના તેમજ તપાસ ઢીલી કરવા આ લાંચ માંગી હતી.

ઊંઝા પોલીસ મથકની હદમાં દારૂ અંગે નોંધાયેલા ગુનાની તપાસમાં હેરાન પરેશાન નહીં કરવા, તપાસ ઢીલી કરવા, ઝડપી ચાર્જશીટ કરવા અને જામીન અરજીમાં એફીડેવીટમાં રાહત આપવા બ્રાહ્મણવાડા ઓપીના હેકો જસવંતસિંહ પરમારે રૂ.7 હજાર માગ્યા હતા. લાંચ આપવી ન હોઇ આરોપીના કૌટુંબિક ભાઇએ મહેસાણા એસીબીમાં ફરિયાદ કરતાં મંગળવારે પીઆઇ બી.કે. ચૌધરી અને ટીમે છટકું ગોઠવ્યું હતું. જેમાં હેકો. જસવંતસિંહ પરમારે રૂ.7 હજારની માંગણી કરી પોકો. ભીખુભા વાઘેલાને આપવા કહ્યું હતું. ફરિયાદીએ લાંચની રકમ હાથમાં આપતાં જ એસીબીની ટીમે બંનેને પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો