તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉ.ગુ.માં કાતિલ ઠંડીનું મોજું પાટણમાં વૃદ્ધ ઠુંઠવાઇ મર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા 24 કલાકથી ઉ.ગુજરાતમાં ઉત્તર-પૂર્વિય ભેજવાળા પવનના કરાણે ઠંડીનું જોર વધ્યું છે. ધુમ્મસની અસર દિવસભર રહેતાં વાતાવરણ ધૂંધળંુ રહ્યું હતું. મહેસાણામાં 10.8 ડિગરી જ્યારે માઉન્ટ આબુમાં એક જ રાતમાં 5 ડિગ્રી તાપમાન ગગડતાં 3 ડિગ્રી પારો નોંધાયો હતો. હવામાન વિભાગના મતે હજુ 48 કલાક સુધી ધુમ્મસ અને હાડ થિજાવતી ઠંડી યથાવત રહેશે.

દરમિયાન, રવિવારે રાત્રે પાટણમાં એક વૃદ્ધનું ઠંડીના કારણે મોત થયું હતું. આનંદ સરોવર પાસે શિવ કોમ્પ્લેક્સની એક દુકાનના ઓટલા પર સૂતેલા બચુભાઈ જનસારી (મોચી)નું મોત થયું હતું. ઉ.ગુ.માં ઠંડીથી મોતની આ પહેલી ઘટના છે.

મુખ્ય 5 શહેરોનું તાપમાન
શહેર મહત્તમ લઘુત્તમ

મહેસાણા 24.6 (-0.6) 10.1 (-1.8)

પાટણ 25.0 (-0.5) 10.0 (-1.7)

ડીસા 25.3 (-2.7) 09.4 (-2.1)

ઇડર 26.0 (-1.6) 10.5 (-0.6)

મોડાસા 24.7 (-0.7) 10.2 (-1.7)

અન્ય સમાચારો પણ છે...