તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ નવરાત્રીમાં વેસ્ટર્ન સ્ટેપ શીખીને ગરબામાં રૉલો પાડશે ખેલૈયાઓ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | રવિવારથી નવલા નોરતાની રમઝટ જામશે. જેને લઇ યુવા ખેલૈયાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહેસાણા શહેરમાં ગરબાની અવનવી સ્ટાઇલ અને વેસ્ટર્ન સ્ટેપ શીખવા યુવાધનમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ગરબા સ્ટાઇલમાં દોઢિયું, પાંચિયું અને હિંચ જેવા સ્ટેપ શીખી રહ્યા છે. દોઢિયામાં 8 સ્ટેપ, 16 સ્ટેપ, 32 સ્ટેપ, 48 સ્ટેપ અને 108 સ્ટેપનો ઉમેરો કરી ગરબાની નવી સ્ટાઇલ તૈયાર કરાઇ છે. આ વખતે પણ ચાર ચાર બંગડીવાળી, લે કચૂકો લે સહિતના ગુજરાતી ગીતો પર ખેલૈયાઓ મન મૂકીને ઝુમશે. ભાસ્કર

લશ્કરી મેળામાં પાસ મહેસાણાના ઉમેદવારો માટે તાલીમ યોજાશે
મહેસાણા | હિંમતનગરમાં યોજાયેલા લશ્કરી ભરતી મેળામાં મેડિકલમાં પાસ થયેલા મહેસાણા જિલ્લાના ઉમેદવારો માટે લેખિત પરીક્ષા પૂર્વે 15 દિવસ બિનનિવાસી તાલીમનું આયોજન કરાયું છે. જેમાં જોડવા માંગતા ઉમેદવારોએ પોતાના એડમિટ કાર્ડની ઝેરોક્ષ અને સંમતીપત્ર 4 ઓક્ટોબર સુધી જિલ્લા રોજગાર કચેરી મહેસાણા ખાતે આપી જવું. નામ નોંધણી કરાવેલી ન હોય તો જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બ્લોક નં.1, રાજમહેલ કમ્પાઉન્ડ, મહેસાણાનો સંપર્ક સાધવો.

અન્ય સમાચારો પણ છે...