તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊંઝા મામલતદાર કચેરીમાં બે ભાઇઓ 7-12ના ઉતારા કઢાવા આવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊંઝા મામલતદાર કચેરીમાં બે ભાઇઓ 7-12ના ઉતારા કઢાવા આવ્યા હતા. જેમાં ત્રણ દિવસથી સર્વર બંધ હોવાથી આ બે ભાઇઓ મામલતદાર કાર્યાલયમાં ઘૂસી મામલતદાર સાથે ગેરવર્તૂણૂક કરી નાયબ મામલતદાર ઉપર હાથ ઉપાડવા સુધી કરી અને બોલાચાલી કરતાં બંનેને આત્મવિલોપનની ધમકી ઉચ્ચારી હતી.

ઊંઝા મામલતદાર કચેરીમાં શુક્રવારના રોજ બપોરે 2 .15 કલાકે ઊંઝાના રામપરા વિસ્તારમાં રહેતા પટેલ મુકેશભાઈ અમરતલાલ ઉં.વ.55 અને પટેલ પ્રવીણભાઈ અમરતલાલ ઉં.વ.48 બંને ભાઈઓ 7/12 ના ઉતારા કઢાવવા આવ્યા હતા. પણ ત્રણ દિવસથી ઇન્ટરનેટ કનેક્ટીવિટી બંધ હોવાને કારણે કચેરીનું ઓનલાઇન કામકાજ તેમજ 7/12 ના ઉતારા કાઢવાની કામગીરી બંધ હોવાથી આ બંને ભાઈઓ મામલતદાર એન.એસ.ડિયાના કાર્યાલયમાં ઘૂસતા મામલતદારે જણાવ્યું કે સર્વર ડાઉન છે. આટલું સમજાવતા છતાંય મામલતદાર સાથે ગેરવર્તણૂક કરી તેમજ નાયબ મામલતદાર ઉપર હાથ ઉપાડવા સુધી અને સ્ટાફ વચ્ચે પડતા બોલાચાલી કરી આત્મવિલોપનની ધમકી ઉચ્ચારી તંત્રને બાનમાં લેવાનો પ્રયત્ન કરતાં બંને વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી હાથ ધરતા પોલીસ બંનેને લઈ ગઈ હતી. પાછળથી મામલતદારની લેખિત માફી માંગતા મામલતદારે આ બંનેને રહેમ રાહે માફ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...