ઉજાલાના નામે વીજબીલમાં પૈસા આવતાં રોષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉજાલા બલ્બ બાકીમાં ખરીદ કર્યા હોય તેવા ગ્રાહકો પાસેથી વીજબીલમાં હપ્તેથી વસુલ કરવાના બદલે જેમણે બલ્બ ખરીદ જ કર્યા નથી કે રોકડેથી લીધા છે એવા ગ્રાહકોને પણ વીજબીલમાં પાછલી બાકીના ખાનામાં રૂ. 147 થી રૂ.150 ઉમેરીને વીજબીલ આવતા ગ્રાહકો રોષે ભરાયા છે. અજાણતામાં કેટલાક હપ્તા વીજબીલમાં ભરી દીધા તેમને હજુ રીબેટ પણ મળ્યુ નથી. જેને લઇને ગ્રાહકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. સોમવારે એક જ દિવસમાં મહેસાણા સીટી 1 કચેરીએ 100 ગ્રાહકોએ ફરિયાદ ખડકાઇ હતી.

સોનીવાડાના સંજય સંઘવીએ કહ્યુ કે,રોકડેથી ઉજાલા બલ્બ લીધાની પાવતી છે છતાં ત્રણ વીજબીલમાં ઉજાલાપેટે રૂ. 150 આવેલા જે અજાણતામાં ભર્યા પછી પરત રકમ મળી નથી.ભદ્રેશભાઇ શાહે કહ્યુ પિતાના નામે મકાનના વીજબીલમાં રૂ. 149.89 વધારે આવતા ચેક કરાવ્યુ તો ખબર પડી કે ઉજાલા બલ્બની બાકી રકમ છે.જે બાકીમાં લીધા જ નથી. વિસનગરના ઉદલપુર ગામના ભીખાભાઇ પરમારના પુત્ર રાજેશભાઇ બલ્બ લીધા ન હોવા છતા રૂ. 75 બીલમાં આવતા યુજીવીસીએલની મુખ્ય કચેરી મહેસાણા ડીવીઝનમાં ફરિયાદ આપી હતી.

એજન્સીના ડેટા મુજબ વીજબીલમાં લેવાય છે

યુજીવીસીએલના સુત્રોએ કહ્યુ કે,સરકારે નિમેલ એજન્સીએ જીયુવીએનએલને ઉજાલા બલ્બ બાકીમાં લેનાર ગ્રાહકોના ડેટા આપેલા છે તે મુજબ બીલમાં રકમ આંકારીને અપાય છે.બાકીમાં બલ્બ લીધા નથી અને બીલમાં રકમ આવ્યાની ફરિયાદો અંગે જીયુવીએનએલ અને એજન્સીને લેખિત આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...