તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા જિલ્લામાં લોકસભાની આગામી 23મીએ યોજનાર ચૂંટણી મુક્ત,ન્યાયી વાતાવરણમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં લોકસભાની આગામી 23મીએ યોજનાર ચૂંટણી મુક્ત,ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઇ છે.જેમાં ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત બે જનરલ અને એક પોલીસ નિરીક્ષક દ્વારા ઉપસ્થિતોને જરૂરી વ્યવસ્થાઓ સુચિત કરાઇ હતી.

મહેસાણા સંસદીય મતવિસ્તાર સામાન્ય નિરીક્ષક તરીકે મૃત્યુંજ્યકુમાર બરનાલ અને પોલીસ નીરીક્ષક તરીકે ડો.માલીની અગ્રવાલની ચૂંટણીપંચ દ્વારા નિમણુંક કરાઇ છે. ઉપરાંત બે ખર્ચનિરીક્ષક અસીમ શર્મા અને કાનન નારાયણની ભારતના ચૂંટણીપંચ દ્વારા નિમણુંક કરાઇ છે. આ ઉપરાંત બી અબ્દુલ નાસરને વિધાનસભા ચૂંટણી નિરીક્ષક ઉંઝા ખાતે નિમણુંક કરાઇ છે.

જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે.પટેલે જણાવ્યું હતું કે ચૂંટણી પુર્વેના ૭૨ કલાક પહેલાં રાઉન્ડ ધ ક્લોક કામ કરવામાં આવનાર છે.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ,વાય.દક્ષિણી,જિલ્લા પોલીસ અધિક્ષક નીલેશજાજડીયા,નિવાસી અધિક કલેકટર હર્ષદ વોરા સહિત જિલ્લાના અધિકારીઓ, નોડલઅધિકારીઓ,પક્ષોના પ્રતિનિધિઓ અને હરીફ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...