તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા, કડી અને વડનગરમાં પાક સહાયની ડેટા એન્ટ્રી લટકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોને આર્થિક સહાય ચુકવણા ધરાવતાં 5 તાલુકામાં અત્યાર સુધી 41 ટકા ખેડૂતો અરજી કરી ચુક્યા છે. તો બીજી બાજુ સહાયની ચુકવણી માટે આવેલી અરજીઓની ટેડા એન્ટ્રી કરવા 5 પૈકી માત્ર બહુચરાજી અને વિજાપુર તાલુકામાં તલાટી અને ગ્રામ સેવકોને સેજામાં આવતાં ગામ મુજબ ફાળવણી કરી કામગીરી શરૂ કરાઇ છે. જો કે, 3 તાલુકામાં કામગીરીની વહેંચણી ન કરતાં ખેડૂતોની અરજીઓ તલાટી અને ગ્રામ સેવકો વચ્ચે રમી રહી છે.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, આવેલી અરજીઓ પ્રમાણે ખેડૂતોને આર્થિક સહાય ચુકવવા માટે તંત્રએ વધુ એક કામગીરી શરૂ કરી છે. અરજી આધારે સીધુ ચુકવણુ ન કરી શકાતું હોઇ ચુકવણા માટે આવેલી પ્રત્યેક અરજીની કોમ્પ્યુટરમાં ઓફલાઇન ડેટા અરજી કરવાની રહેશે. મહેસાણા, કડી અને વડનગર તાલુકામાં ડેટા એન્ટ્રી કોણ કરશે તેની ફરજ સોંપાઇ નથી. જેને લઇ ખેડૂતોની અરજીઓ તલાટીઓ અને ગ્રામ સેવકો વચ્ચે ધક્કે ચડી છે.

પાંચ તાલુકાના ખેડૂતોની અરજીઓની સ્થિતિ
તાલુકો કુલખેડૂતો અરજી

મહેસાણા 48703 19494

કડી 52802 24841

વિજાપુર 42395 15459

બહુચરાજી 19029 11058

વડનગર 22585 6828

કુલ 185514 77680

અન્ય સમાચારો પણ છે...