મહેસાણામાં ગતવર્ષે પ્રજાસત્તાક પર્વમાં ટેન્ડર વગર લાઇટીંગનું 10.15 લાખનું બિલ લટક્યુ

Mehsana News - in mehsana during the republic day the electricity bill of 1015 lakh lumps without tender 094508

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:45 AM IST
શહેરમાં વર્ષ 2018ના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિવિધ 16 જગ્યાએ જિલ્લા કલેકટરની સુચનાથી પાલિકા રાહે રોશની ડેકોરેશન કરાયુ હતું. ત્યારપછી પાલિકામાં 2 થી 3 સભા મળી ગયા બાદ આ ડેકોરેશન પાછળ થયેલ રૂ. 1015958 ખર્ચનું બીલ મંજુર કરવા ગત મંગળવારની સભામાં રજુ થતા શંકાના દાયરામાં આવ્યુ હતું અને ચર્ચાના અંતે એજન્સીને બીલીગ ચૂકવણુ અટકાવાનો નિર્ણય લેવાયો હતો.

વર્ષ 2018માં મહેસાણા જિલ્લામાં રાજ્યકક્ષાએ મુખ્યમંત્રીની ઉપસ્થીતિમાં રાજ્યકક્ષાનો પ્રજાસત્તાકપર્વની ઉજવણી કરાઇ હતી.જેને પગલે મહેસાણા શહેરમાં તા. 25 અને 26મી જાન્યુઆરીએ સરકારી અને મુખ્ય બિલ્ડીગો પર રોશની ડેકોરેટ્સ કરવામાં સુચવાયુ હતું.જેમાં આર.એન.બી શાખા દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી મંજુર કરેલ ભાછે કૃપા ઇલેકટ્રોનિકસ લાઇટ ડેકોરેટ્સ અમદાવાદ એજન્સી પાસે પાલિકાની મિલ્કતો મળી વિવિધ 16 જગ્યાએ કરાયેલ રોશની પાછળ રૂ. 1015958 ખર્ચનું બીલનું ચુકવણી કરવા પાલીકાની સભામાં મુદ્દો રજુ થતા વિપક્ષના સદસ્ય નવીનભાઇ પરમારે બીલ શંકાસ્પદ દર્શાવીને સૌ સદસ્યોનું ધ્યાન દોર્યુ હતું. તેમણે કહ્યુ કે, નગરપાલિકાએ કોઇપણ ટેન્ડર પ્રક્રિયા કરી નથી કે કોઇ એજન્સીના ભાવ મંગાવ્યા વગર જ એજન્સીને કામનો વર્કઓર્ડર અાપી દેવાયો છે. વળી જિલ્લા કલેકટરે બે દિવસ રોશનીનો પત્ર કર્યો હતો, પાંચ દિવસ રોશની થયાનું દર્શાવાય છે.આ બીલ શંકાસ્પદ હોઇ તપાસનો વિષય છે. પૂર્વ ચીફઓફીસર નવનીતભાઇ પટેલના કાર્યકાળ વખતનું કામ છે.દોઠ વર્ષ દરમ્યાન પાલિકામાં બે થી ત્રણ સભા મળી ગઇ તો આટલુ વિલંબથી કેમ બીલ આવ્યુ તેને લઇને પણ સવાલો ઉઠતા સૌએ શંકસ્પદમાં સુર પુરાવ્યો હતો અને પેમેન્ટ અટકાવાનો નિર્ણય લેવાયો હતો.

X
Mehsana News - in mehsana during the republic day the electricity bill of 1015 lakh lumps without tender 094508
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી