તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણામા 2 દી’માં 1650 કર્મીઅે પોસ્ટલ મતદાન કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂ઼ંટણી ફરજમાં મૂકાયેલા પોલીસ, હોમગાર્ડ, એસઆરપી, એસટીના ડ્રાઇવર અને કન્ડકટરો માટે મંગળવાર અને બુધવાર એમ બે દિવસ મહેસાણામાં કાર્યરત કરાયેલા ટપાલ મતદાન કેન્દ્રમાં કુલ 1650 કર્મચારીઓએ મહેસાણા લોકસભા બેઠક માટે પોસ્ટલ મતદાન કર્યુ છે. જે પૈકી 211 કર્મી ઊંઝા વિધાનસભા બેઠક માટે મતદાન કર્યું હતું.

પોલીસ હેડક્વાર્ટરની સરકારી પ્રા.શાળા નંબર 3માં મંગળવારે ત્રણ બુથમાં કુલ 775 કર્મીએ મતદાન કર્યા પછી બુધવારે વધુ 887 કર્મીએ લોકસભા બેઠક માટે મતદાન કર્યું હતું. 109 કર્મીએ ઊંઝા વિધાનસભા બેઠક માટે પણ મતદાન કર્યુ હતું.

બાકી કર્મીઓના સરનામે પોસ્ટલ બેલેટ રવાના કરાયા
જિલ્લા ચૂ઼ંટણી તંત્રના સૂત્રોએ કહ્યું કે, જિલ્લામાં ફરજ પરના કર્મચારીઓ પૈકી કેન્દ્રમાં મતદાન કરવા આવી શક્યા નથી એવા કર્મીઅોને તેમણે ફોર્મ 12 કે 12 એમાં દર્શાવેલા સરનામે પોસ્ટલબેલેટ મોકલી અપાશે. જે પીબીમાં મત દર્શાવી ટપાલથી મોકલી આપી શકે છે.

અન્ય સમાચારો પણ છે...