તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તર ગુજરાતમાં વાતાવરણ સામાન્ય થયા બાદ 24 કલાકમાં દિવસનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાતમાં વાતાવરણ સામાન્ય થયા બાદ 24 કલાકમાં દિવસનો પારો સાડા ત્રણ ડિગ્રી જેટલો ઉચકાયો છે. તેમ છતાં હજુ સામાન્ય કરતાં પારો 3 ડિગ્રી જેટલો નીચે રહેવા પામ્યો છે. જો કે, ગુરૂવારથી ફરી ગરમીનો આંશિક અનુભવ શરૂ થયો હતો.

વાતાવરણ સામાન્ય થતાં ગુરૂવારે ઉત્તર ગુજરાતના 5 શહેરોનું દિવસનું તાપમાન 36.0 ડિગ્રીની આસપાસ પહોંચ્યું હતું. બપોરના સમયે ત્રણેક કલાક સામાન્ય ગરમી અનુભવાઇ હતી. સામાન્ય રીતે હાલમાં ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 38.8 ડિગ્રી જેટલો રહેવો જોઇએ તેવું હવામાન વિભાગનું માનવું છે. હાલનું તાપમાન સામાન્ય કરતાં હજુ 3 ડિગ્રી જેટલું ઓછું છે. વેસ્ટન ડિસ્ટબન્સ અને રાજસ્થાનની અપર એર સાઇક્લોનીક સરક્યુલેશને પવનની દિશાને પર અસર કરી છે. જેને લઇ ઉનાળા દરમિયાન ફૂંકાતો દક્ષિણ દિશાનો પવન અત્યારે ઉત્તરથી પશ્ચિમ દિશા તરફ ફૂંકાઇ રહ્યો છે.

હવામાન વિભાગના મત્તે આગામી 2 દિવસમાં પવનની દિશા ફરી એકવાર દક્ષિણ દિશા તરફની થતાની સાથે આકરી ગરમી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...