કોર્ટમાં જુબાની આપવા ગયેલી પત્નીને પતિએ ધમકી આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પતિએ ગુજારેલા ત્રાસ સંબંધે કોર્ટમાં નિવેદન આપવા ગયેલી પત્નીને પતિએ કોર્ટ સંકુલમાં અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ મહેસાણા એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણાનાં મનીષાબેન કસ્તુરચંદનાં લગ્ન કલોલના સરઢવ ગામના અંકુર કનુભાઇ સાથે થયાં હતાં. લગ્નના કેટલાક વર્ષો બાદ દંપતી વચ્ચે થયેલા ખટરાગ વચ્ચે મહિલાએ મહેસાણા પોલીસમાં પતિ સામે ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટ મુજબની ફરિયાદ નોંધાવી હતી. આ કેસ હાલમાં કોર્ટમાં ચાલવા ઉપર છે અને બુધવારે તેની ઉલટ તપાસ હોઇ કોર્ટમાં આવી હતી. અહીં પતિ વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મહિલા ઘરે જવા કોર્ટ બહાર નીકળી હતી. ત્યાંજ હાજર પતિએ તેની સાથે બોલાચાલી બાદ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડરી ગયેલી મહિલાએ એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ આપી હતી.

મહેસાણા એ ડિવિજન પોલીસમાં પતિ સામે ફરિયાદ

પતિએ પત્નીને મારવા લેતાં મામલો પોલીસમાં

અન્ય સમાચારો પણ છે...