તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેફલાઇફ માટે 315 ક્લાર્ક-સેવકોને હેલ્મેટ અપાયાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘના બલોલ ખાતે યોજાયેલા બે દિવસીય 30માં વહીવટી વર્કશોપમાં સલામત સવારીનો નવતર અભિગમ અપનાવી 315 ક્લાર્ક-સેવકોને હેલ્મેટ અર્પણ કરાયા હતા.

જિલ્લાની શાળાઓના વહીવટી કર્મચારીઓનો સેમિનાર પૂર્વ સાંસદ જીવાભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં રાજયના શિક્ષણ બોર્ડના સંયુક્ત સચિવ બી. એન. રાજગોર, નાયબ નિયામક પરીક્ષા એમ.પી. મહેતાએ પ્રેરક ઉદ્દબોધન કર્યું હતું.મહામંડળના મહામંત્રી કિશોરભાઇ ડાંગર, બોર્ડ સભ્ય પુરુષોત્તમભાઇ સોનારે જિલ્લાના 315 કર્મચારીઓને બોર્ડ તેમજ મહામંડળની કામગીરીથી અવગત કર્યા હતા. રાજુભાઇ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. સેમિનારમાં રવિવારના બીજા દિવસે સમાપન સત્રમાં શાળા પ્રમુખ વિષ્ણુભાઇ પટેલ, મહામંત્રી શશિકાન્ત પટેલે વૈવિધ્ય કાર્યો સાથે આશીર્વચન પાઠવ્યા હતા. હિસાબી અધિકારી આર.એમ.રાવળે પેન્શન અને પ્રોવીડન્ડ ફંડ અંગે કર્મચારીઓને માહિતગાર કર્યા હતા. બંને દિવસ જિલ્લા શિક્ષણાધિકારી આર.એચ. જુણકીયાએ કર્મચારીઓને વિષય અનુરૂપ માર્ગદર્શન આપ્યંુ હતું. અત્રે જિલ્લા સંઘના પ્રમુખ ભરતભાઇ જાની, મંત્રી જગદીશભાઇ પટેલ સહિત હોદ્દેદારોની ટીમ કાર્યરત રહી હતી.

વાહન ચલાવતા સલામતી જળવાય, સીસીકેમેરા લાગ્યા દંડથી પણ બચાય
મહેસાણા જિલ્લા માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘના પ્રમુખ ભરતભાઇ જાનીએ કહ્યંુ કે, ત્રણેક વર્ષ પહેલાં અમારા હોદ્દેદાર દ્વારા બધાને હેલ્મેટ આપવાનો વિચાર રજૂ કર્યો હતો. દરમિયાન હાલ શહેરમાં સીસીટીવી કેમેરા લાગ્યા એટલે તે વિચાર યાદ આવી ગયો એટલે પુરસ્કૃતમાં હેલ્મેટ લાવ્યા. મોટાભાગે કર્મચારીઓ ટુવ્હીલર લઇને શાળાએ આવજાવ કરતા હોય છે. હેલ્મેટ પહેરવાથી અકસ્માતમાં સલામતી જળવાઇ રહે, હવે શહેરમાં સીસી કેમેરામાં ઇમેમા આવી શકે એટલે હેલ્મેટ પહેર્યંુ હોય તો દંડથી પણ બચી શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો