હેબુવા પાસે બાઇકચાલકને આંતરી 83 હજારની મત્તા લૂંટનારની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શોભાસણથી હેબુવા ગામ વચ્ચે બાઇક પર જઇ રહેલા યુવાનને અંગત અદાવતમાં આંતરી માર મારી સોનાની ચેન, મોબાઇલ અને રોકડ મળી રૂ.83 હજાર મત્તાની લૂંટ ચલાવનાર યુવાનની મહેસાણા તાલુકા પોલીસે ધરપકડ કરી હતી.

મહેસાણા તાલુકાના હેબુવા ગામના આકાશ ચંદ્રકાન્ત પટેલના મોબાઇલમાં ગામની યુવતીના ફોટા હોવાના મુદ્દે ગામના સંજયસિંહ રમેશસિંહ તુવર સાથે અગાઉ ઝઘડો થયો હતો. જેની અદાવતમાં ગુરૂવારે શોભાસણથી હેબુવા ગામ તરફ જઇ રહેલા આકાશ પટેલને આંતરી સંજયસિંહે બોલાચાલી કરી હતી. જેમાં ઉશ્કેરાયેલા સંજયસિંહે અન્ય મિત્ર સાથે મળી હાથમાં રહેલા ધોકાથી હુમલો કરી આકાશ પટેલના ગળામાંથી સોનાનો રૂ.60 હજારનો દોરો, રૂ.3 હજારનો મોબાઇલ અને રોકડ રૂ.20 હજાર મળી રૂ.83 હજારની લૂંટ કરી નાસી ગયો હતો. આ અંગે આકાશ પટેલે નોંધાવેલી લૂંટની ફરિયાદને પગલે પીએસઆઇ ડી.એન. વાઝાએ સંજયસિંહ રમેશસિંહ તુવરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...