કુકરવાડામાં મહિલા પાસે ઊભા રહેવા મામલે જૂથ અથડામણ

Mehsana News - group clash over the woman standing in kukremada 094507

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:45 AM IST
કુકરવાડા ગામે મહિલાના ખાટલા પાસે કેમ ઉભો છે તેમ કહી યુવાનને માર મારતા બે જૂથો સામસામે આવી જઇ હુમલો કર્યો હતો.વસઇ પોલીસમાં 7 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો.

કુકરવાડા રહેતો રણજીત ગુલાબભાઇ દેવીપૂજક ગામના કનુભાઇ વિઠ્ઠલભાઇ દેવીપૂજકની ભાભીના ખાટલા નજીક ઉભેલો જોઇ તેઓ વચ્ચે બોલાચાલી થઇ હતી.જેમા કનુભાઇએ તેને તુ કેમ અહી ઉભો છે તેમ કહેતા બન્ને વચ્ચે જપાજપી થતાં લાકડી,ધોકા વડે કરેલા હુમલામા 3 થી વધુને ઇજા થઇ હતી.વસઇ પોલીસમાં કનુભાઇ વિઠ્ઠલભાઇ દેવીપૂજકે રણજીત ગુલાબભાઇ, રણછોડ ગુલાબભાઇ, ગુલાબભાઇ કરશન ભાઇ સામે ગુનો નોંધાવ્યો હતો. સામે પક્ષે ગુલાબભાઇએ કનુભાઇ વિઠ્ઠલભાઇ, કનુ ભાઇ વિષ્ણુભાઇ, જીતુભાઇ વિરચંદભાઇ, દશરથભાઇ મંગાભાઇ સામે ગુનો નોંધાવતા હે.કો.ભરતભાઇએ તપાસ હાથ ધરી છે.

X
Mehsana News - group clash over the woman standing in kukremada 094507
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી