તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર મોનીટરીંગ સેલે બહુચરાજીના રમીલા ઉર્ફે મામીના ઘરમાંથી 1.25 લાખનો દારુ ઝડપ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીટાણે બહુચરાજીના મામી ઉર્ફે રમીલાબેનના મકાનમાં ગાંધીનગર મોનીટરીંગ સેલે ગુરુવારે રેડ કરી રૂ 1.25 લાખનો દારુ પકડ્યો હતો.બહુચરાજી પોલીસમાં મહિલા બુટલેગર સામે ગુનો નોંધાયો હતો.

બહુચરાજીના નવદુર્ગા ચોક નજીકના વિસ્તારમા રહેતા રમીલાબેન ઉર્ફે મામી જોષીના મકાનમા વિદેશીદારૂ ઉતાર્યો હોવાની બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થાનીક પોલીસની જાણ બહાર એકાએક રેડ કરી હતી.રેડ દરમિયાન પોલીસે મકાનમાં ઉતારેલ વિદેશીદારૂની વિવિધ બ્રાન્ડની રૂ 1.25 લાખની 930 બોટલો અને 860 લિટર દેશીદારુ કબ્જે લીધો હતો.પોલીસે કુલ રૂ 1.29 લાખનો વિદેશીદારુ કબ્જે કર્યો હતો.આ અંગે જયેન્દ્રસિંહ મોહબ્બતસિંહે બહુચરાજી પોલીસમાં રમીલાબેન ઉર્ફે મામી જોષી વિરુદ્ધ ગુનો નોંધાવતા તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...