તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોટાણાથી સુરેન્દ્રનગર જવા નીકળેલાં વૃદ્ધા જયપુર પહોંચ્યાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જોટાણાના 70 વર્ષના વૃધ્ધા સુરેન્દ્રનગર જવાના બદલે રાજસ્થાનના જયપુર પહોચી ગયા હતા.રાજસ્થાન અને મહેસાણાના વન-સ્ટોપ સેન્ટરની મધ્યસ્તીથી આખરે 7 દિવસે વૃધ્ધાનુ તેમના પરિવાર સાથે પુન: મિલન થતા આસુંના તોરણ બંધાયા હતા.

જોટાણાના વૃધ્ધા ગાડીમા બેસીને સુરેન્દ્રનગરના બદલે રાજસ્થાનના જયપુર પહોચી ગયા હતા.રાજસ્થાનમા ભુલા પડેલા વૃધ્ધા સ્થાનિકની મદદથી પાલી પોલીસ સ્ટેશન પહોચ્યા ત્યારે તેઓ કાઉન્સલીગ દરમિયાન માત્ર અલોડા જ બોલતા હોઇ કાઉન્સીલરે રાજકોટ બાદ મહેસાણા વન-સ્ટોપ સેન્ટરનો સંપર્ક કર્યો હતો. જેમા સંચાલક મુકેશભાઇ પટેલે પોલીસ પ્રોટેક્શન સાથે વૃધ્ધાને મહેસાણા બોલાવી કાઉન્સલીગ કર્યુ હતુ.વૃધ્ધાએ કલાકોની વાતચીત બાદ જોટાણા બોલતાની સાથે જ મુકેશભાઇએ જોટાણાના સરપંચનો સંપર્ક કરી ખરાઇ કરતા વૃધ્ધા ગૂમ થયાની જાણ થતા જ તેઓએ તેમના પરિવારનો સંપર્ક કર્યો હતો.જેમા 7 દિવસ બાદ પરિવારને જોતાની સાથે જ વૃધ્ધા રડી પડ્યા હતા.

વનસ્ટોપ સેન્ટરની મદદથી 7 દિવસે પરિવાર સાથે પુન:મિલન

અન્ય સમાચારો પણ છે...