તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોર ખાવા ઝાડ પર ચઢેલી કિશોરી પટકાતાં પગે ફ્રેકચર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ ગામે બોર ખાવા બોરડી પર ચઢેલી 10 વર્ષની આરતી જમીન પર પટકાતાં પગમાં ગંભીર ઇજા થયેલી હાલતમાં સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લવાઇ હતી.વિરમગામના સાણંદમાં રહેતા ગોબરભાઇ પરમાર અને તેમનો પરિવાર શુક્રવારે મજૂરીકામમાં રોકાયેલો હતો. ત્યારે નજીકમાં આવેલી બોરડી પર બોર જોઇ તેમની 10 વર્ષની પુત્રી આરતી બોર ખાવા બોરડી પર ચઢી હતી. તે દરમિયાન એકાએક ડાળી તૂટતાં આરતી 12 ફૂટ ઉપરથી નીચે પટકાઇ હતી. પગ અને પીઠમાં ગંભીર ઇજા થયેલી હાલતમાં બાળકીને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લવાઇ હતી. જ્યાં તેને ડાબા પગે ફ્રેકચર હોવાનું ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...