Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જોટાણા અને લીંચ ગામની સીમમાંથી વિદેશી દારૂ જપ્ત
લાંઘણજ પોલીસે લીંચ ગામેથી રૂ.52,600ના 479 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.મહેસાણા એલસીબીએ જોટાણા ગામની સીમમાં ખરાબામાં સંતાડેલો રૂ.26640ની કિંમતનો દારૂ કબજે લઇ સાંથલ પોલીસ સ્ટેશનમાં એક શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.
લાંઘણજ પીએસઆઇ આર.આઇ. પરમાર સહિત સ્ટાફે બાતમી આધારે લીંચ પાંજરાપોળની સામે પીંપળ ખાડિયુંમાં રહેતા ઠાકોર સંજય ઉર્ફે શૈલેશજી ભીખાજીના છાપરામાં રેડ કરી વિદેશી દારૂની 479 બોટલ કિમત રૂ.52,600ના મુદ્દામાલ સાથે પકડી લીધો હતો. એલસીબી પોલીસને જોટાણા ગામની સીમમાં ખરાબામાં સોલંકી વનરાજ સિંહ ઉર્ફે કાળીયો કીર્તિસિંહ (રહે.જોટાણા) ઉતરાયણ માટે બહારથી વિદેશીદારૂનો જથ્થો મંગાવી છુટકમાં વેચતો હોવાની બાતમીના આધારે અહીં રેડ કરી હતી. જેમાં ખરાબામાં છુપાવેલ રૂ.26,640નો વિદેશીદારૂ અને 84 બિયરનાં ટીન મળી આવતાં કબજે લઇ સાંથલ પોલીસમાં વનરાજસિંહ ઉર્ફે કાળીયા સામે ફરિયાદ નોંધી હતી.