તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊંઝામાં પોસ્ટરનું લોકેશન શોધવા ચૂંટણીટીમ ફાંફે ચડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂ઼ંટણીપંચ દ્વારા આદર્શ આચારસંહિતાનો ભંગ કરતા ફોટા સાથે ફરિયાદ માટે ઓનલાઇન સી-વીજીલ પોર્ટલ શરૂ કરાયંુ છે. જેમાં જીપીએસ લોકેશન આધારે ક્યાંથી ફોટો, ફરિયાદ આવી તે તંત્રની ટીમ જાણી સ્થળ પર તપાસ કરી ફરિયાદનો નિકાલ કરતી હોય છે. પરંતુ કેટલીક વખતે ફરિયાદના સ્થળ કરતાં અલગ જ લોકેશન જીપીએસ ટ્રેકિંગમાં આવતું હોઇ આવી સ્થિતિમાં ફ્લાઇંગ સ્કવોડની ટીમ તપાસમાં ગોથે ચઢી જાય છે. તાજેતરમાં દાંતા વિસ્તારનો એક ફોટો સતલાસણાના લોકેશનમાં સી-વીજીલ ફરિયાદમાં જણાયો હતો. તો ઊંઝામાં પોસ્ટરની ફરિયાદનું લોકેશન શોધવામાં ટીમ ગોથે ચડી ગઇ હતી.

આઇટીના સૂત્રોએ કહ્યંુ કે, ફરિયાદીના મોબાઇલના જીપીએસ લોકેશન કંટ્રોલમાં આવતા હોય છે અને તેના આધારે તપાસ થતી હોય છે. ક્યારેક ફરિયાદ સ્થળથી લોકેશન અલગ દેખાવાના કિસ્સા સર્જાતા હોય છે. સી-વીજીલ પોર્ટલથી ઓનલાઇન ફરિયાદમાં ફોટો અપલોડ કરીને મૂકવા ઉપરાંત સ્થળ સુચવવાનો વિકલ્પ પણ છે. જેમાં કયા સ્થળે આચારસંહિતા ભંગનો ફોટો છે તેની વિગત ટાઇપ કરી મોકલી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...