તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા નગરપાલિકામાં બાંધકામ પરવાનગી માટે 169 અરજદારોની ફાઈલ છેલ્લા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા નગરપાલિકામાં બાંધકામ પરવાનગી માટે 169 અરજદારોની ફાઈલ છેલ્લા 6 મહિનામાં પેન્ડિંગ પડી રહી છે, ત્યારે જાહેર પ્રજાના વિકાસ કામો માટે તા.30મીને સોમવારે પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક બોલાવી નગર નિયોજકને હાજર રહેવા વિનંતી પત્ર કર્યો છે. પાલિકામાં છ મહિનાથી કોંગ્રેસને કમિટીઓની રચનાનો મેળ પડતો નથી, એમાં ટીપી કમિટીની રચના પણ અધ્ધરતાલ રહી છે. જેને લઇ મકાન પર લોન લેવા ઇચ્છતા અરજદાર બાંધકામ પરવાનગી વગર રઝળપાટ કરી રહ્યા છે.

મહેસાણા નગરપાલિકાના પ્રમુખ દ્વારા એક અઠવાડિયા અગાઉ બાંધકામ પરવાનગી ઓના કેસોના પેન્ડિંગ કામો ના નિકાલ માટે 30મી એ ટીપી કમિટીની બેઠક યોજવા એજન્ડા તૈયાર કરીને કલેકટર, નગર નિયોજક, મામલતદાર અને પ્રાંત અધિકારીને મોકલી આપ્યો હતો. જેના એકાદ બે દિવસ બાદ જ નગર નિયોજક દ્વારા ટીપી કમિટીનું ગઠન થયું છે કે કેમ તે જણાવવા નગરપાલિકાને પત્ર કર્યો હતો, જેમાં પ્રમુખે પ્રત્યુત્તરમાં નગર નિયોજકને 30મીની બેઠકમાં હાજર રહેવા વિનંતી પત્ર કર્યો છે. જેમાં મહેસાણા વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા ગત 8 ફેબ્રુઆરીથી કમિટી બોલાવાઇ હતી પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે નિયમોનુસાર ટીપી કમિટીનું ગઠન થઈ શકેલ નથી, પરંતુ શહેરની જાહેર પ્રજાના વિકાસના કામોના પેન્ડિંગ પ્રકરણ હોય 30મીની કમિટી બેઠકમાં હાજર રહેવા નગર નિયોજકને વિનંતી પત્ર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...