તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પર્શ કરી ઉપસેલા ક્રમ, નામ, ચિહ્નોનો અનુભવ કરી ઇવીઅેમનું બટન દબાવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણી પંચ દ્વારા અા વખતની ચૂંટણીમાં પ્રજ્ઞાચક્ષુઅોને બ્રેઇલ લીપી વાળા બેલેટ પેપર નમૂના તરીકે અાપવામાં અાવશે તેનો સ્પર્શ કરી ઉપસેલા ક્રમ, નામ, ચિહ્નોનો અનુભવ કરી પ્રજ્ઞાચક્ષુઅો ઇવીઅેમનું બટન દબાવશે.

ચૂંટણી વિભાગ દ્વારા મળતી માહીતી અનુસાર ઇવીઅેમથી મતદાન કરવામાં પ્રજ્ઞાચક્ષુ મતદારોને કોઇ સમસ્યાનો સામનો કરવો ન પડે અને જાતે જ મતદાન કરી મતદાન ગુપ્ત રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા બ્રેઇલ લીપી વાળા બેલેટ પેપર બનાવવામાં અાવ્યા છે. પ્રજ્ઞાચક્ષુ મતદાર મતદાન મથકમાં અાવતા બ્રેઇલ લીપી વાળુ બેલેટ પેપર અાપવામાં અાવશે જેની પર હાથ ફેરવી ઉમેદવારનુ નામ, ક્રમ, પક્ષનુ ચિહ્ન હાથના સ્પર્શના અનુભવથી જાણી શકાશે અને ઉમેદવારનો ક્રમ સહાયકની પણ તેને જરૂરીયાત ઉભી થાય અને જાતે જ ઉમેદવારને મત અાપી શકશે.

ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞાચક્ષુઅો માટે વોટરસ્લીપ પણ બ્રેઇલલીપી વાળી અાપવામાં અાવી છે. મતદાન મથક છે અને જિલ્લા ચૂંટણી વિભાગે બ્રેઇલ લીપી વાળા બેલેટ પેપરની વ્યવસ્થા રાખી છે.

અન્ય સમાચારો પણ છે...