તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુજાણપુરા જમીન કૌભાંડમાં ખોટી ઓળખ આપનારની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજીના સુજાણપુરા ગામની સીમમાં બનાવટી દસ્તાવેજોને આધારે જમીન હડપ કરવાના કેસમાં મામલતદાર કચેરીમાં વીડિયોગ્રાફી દરમિયાન મૂળ જમીન માલિકનું નામ ધારણ કરી ખોટી ઓળખ આપનાર સાપાવાડાના શખ્સની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેેળવવા બહુચરાજી કોર્ટમાં રજૂ કર્યો હતો.

સુજાણપુરા સીમમાં મંદિરીયાવાળાના નામથી ઓળખાતા આંટામાં સર્વે 242વાળી જમીન ધરાવતા શંકરભાઇ ચેલદાસ પટેલની જાણ બહાર તેમના પિતરાઇ બહેને અન્યો સાથે મળી જમીન કૌભાંડ આચર્યાનું ખુલ્યું હતું. જેમાં રમીલાબેને શંકરભાઇના નામે બનાવટી આધારકાર્ડ અને દસ્તાવેજો બનાવી બહુચરાજી મામ.કચેરીમાં વિવાદાસ્પદ જમીનની એન્ટ્રી કરાવી છેતરપિંડી આચરી હતી.મોઢેરા PSI એસ.એમ. પટેલે સાપાવાડાના દશરથભાઇ ઇશ્વરભાઇ પટેલની ધરપકડ કરી હતી. જમીનના મૂળ માલિક શંકરભાઇ ચેલદાસ પટેલ હોવાની વીડિયોગ્રાફી સામે ઓળખ આપી હતી, જ્યારે અન્ય સાક્ષીઓએ પણ તેઓ શંકરભાઇ ના હોવા છતાં ખોટી સાક્ષી ભરી હોવાનું ખુલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...