તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામધંધા માટે પિતાએ ઠપકો આપતાં ઘરેથી ભાગેલા કિશોરે મિત્રને ફેસબુક પર ફોટો શેર કરતાં ભાળ મળી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પિતાએ અભ્યાસ અને કામ બાબતે ઠપકો આપતાં ઘરેથી નીકળી ગયેલા ડાભલાના કિશોરે ફેસબુક ઉપર મિત્રને મોકલેલી તસવીરના આધારે તે આગ્રામાં હોવાની ભાળ મળી હતી. જે આધારે મહેસાણા એલસીબીએ આગ્રા રેલવે પોલીસની મદદથી બાળકનો કબજો મેળવી તેના પરિવારને સોંપતાં સ્વજનોની આંખોમાં આંસુનાં તોરણ બંધાયાં હતાં.

વિજાપુર તાલુકાના ડાભલા ગામનો સુહાગ રસિકભાઇ પટેલ (17) ધોરણ-10માં નાપાસ થતાં અભ્યાસ છોડીને ગેરજના કામમાં લાગ્યો હતો. તાજેતરમાં પિતાએ ભણવાનું કહેવા છતાં ભણ્યો નહીં હવે કામમાં પણ ધ્યાન આપતો નથી તેમ ઠપકો આપતાં લાગી આવતાં સુહાગ 14મી ફેબ્રુઆરીએ પરિવારને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયો હતો. પુત્રની શોધખોળ કરીને થાકેલા રસિકભાઇએ આ સંબંધે પોલીસમાં જાણ કરી હતી. કિશોરના ગુમ થવા બાબતે મહેસાણા જિલ્લાના સીઆઇડી ક્રાઇમમાં કો-ઓર્ડિનેટર નરેશભાઇએ કિશોરના પિતાને મળી જરૂરી માહિતી મેળવી હતી. આ દરમિયાન સુહાગે તેના મિત્રને ફેસબુકમાં પોતાનો એક ફોટો શેર કર્યો હતો. જેમાં પાછળના ભાગે આગ્રા છાવણી મધ્ય રેલવેનું બોર્ડ દેખાતું હોઇ તેમણે મહેસાણા એલસીબી પીઆઇ એસ.એસ. નિનામાનો સંપર્ક કર્યો હતો. તેમણે આગ્રા છાવણી રેલવે પોલીસ સ્ટેશનના અધિકારીનો સંપર્ક કરી વોટ્સઅેપથી કિશોરની તસવીર મોકલી તપાસમાં રહેવા સૂચના આપી હતી અને બીજા દિવસે સુહાગ રેલવે સ્ટેશન પર બેઠો હોવાની માહિતી મળતાં પીઆઇ નિનામાએ નરેશભાઇને સાથે રાખી કિશોરને શોધી તેના પરિવારને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો