તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજપુરની વિદ્રસ કંપનીના કર્મચારીએ એક કરોડના માલનું બારોબારિયું કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી તાલુકાના રાજપુર ગામે આવેલી વિદ્રસ કંપનીના કર્મચારીએ અન્યો સાથે મળી કંપનીનો 200થી 250 મેટ્રીક ટન કાચો માલ ચોરી કરી રૂ.એક કરોડની છેતરપિંડી આચર્યાનું ખુલતાં કંપનીના માલિકે નંદાસણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી કનકકલા સોસાયટીમાં રહેતા રાજેન્દ્રપ્રસાદ લાડુરામ હનુમાનગક્ષ માલપાણી (મહેશ્વરી) રાજપુર ગામે વિદ્રસ નામે કંપની ધરાવે છે. અહીં કંપનીમાં કામ કરતા અજય ભવરલાલ પાલોડે કંપનીના માલિક અને વહિવટકર્તાઓની જાણ બહાર અન્યો સાથે મળી કંપનીનો રૂ. એક કરોડની કિંમતનો આશરે 200થી 250 મેટ્રીક ટન કાચા માલની ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. કંપનીના માલિકે તપાસ કરતાં 31 માર્ચ પહેલાં ચોરી થયાનું થતાં નંદાસણ પોલીસમાં અજય ભંવરલાલ પાલોડ મારવાડી (રહે. કોથળી, તા.નાગર, રાજસ્થાન) સામે ફરિયાદ નોંધાવતાં PSI એમ.જી. રાઠોડે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...