તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકમાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેનનીચૂંટણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે સોમવારે સવારે 10 વાગે કડી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ડિરેક્ટરોની બેઠક મળશે. જેમાં મતદાન પ્રક્રિયા કરી લેવાશે, પરંતુ હાઇકોર્ટના નિર્દેશ બાદ જ પરિણામ જાહેર કરાશે. જોકે, સહકારી સૂત્રોની માહિતી મુજબ, ચેરમેનપદે કડીના વિનોદભાઇ પટેલ અને વાઇસ ચેરમેનપદે વિજાપુરના દશરથભાઇ પટેલ નિશ્ચિત છે.

ડિસ્ટ્રિક્ટ બેંકમાં પોણા ચાર વર્ષથી ચેરમેન અને વાઇસ ચેરમેનની ઘાંચમાં પડેલી ચૂંટણી સોમવારે ફરી યોજાઇ રહી છે. કુલ 18 ડિરેક્ટર પૈકી પાટણ વિભાગમાંથી ચૂંટાયેલા ડાહ્યાભાઇ પિતામ્બરદાસ પટેલનું અવસાન થતાં હવે બેંકમાં 17 ડિરેક્ટરો ચેરમેન અને વાઇસ ચેરમેન નક્કી કરશે. 17 ડિરેક્ટરમાં ચૂંટાયેલા 14, એક સરકારી, એક જીએમસી અને એક જિલ્લા રજીસ્ટ્રારનો સમાવેશ થાય છે.કડી પ્રાંત અધિકારી કેતકીબેન વ્યાસની અધ્યક્ષતામાં સોમવારે 10 વાગે ચૂંટણી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...