તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર સૂકા અને ભીના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર સૂકા અને ભીના કચરાને અલગથી કલેકશન કરવા માટે લીલા અને વાદળી 13 લીટરના ડસ્ટબીનની જોડી આપવાનો નિર્ણય કરેલો છે.જેમાં એજન્સીરાહે ગુરુવારે પ્રથમ રાઉન્ડના સ્ટોકમાં પાલિકાને 2797 ડસ્ટબીન ફાળવાયા હતા.જોકે હજુ વધુ સ્ટોક આવવાનો બાકી રહ્યો છે.

સંભવત ઉત્તરાયણ પછી આયોજન કરી વોર્ડવિસ્તાર મુજબ પાલિકા મફત ડસ્ટબીન વિતરણ શરૂ કરી શકે છે. સંકુલમાં એક સાથે ભીડ ન સર્જાય અને વિસ્તાર મુજબ કાર્યક્રમ તૈયાર કરી તે પ્રમાણે વેરાના મિલ્કતદારોને ક્રમશ ડસ્ટબીન વિતરણ કરવા ગુરુવારે પ્રમુખની ચેમ્બરમાં સદસ્યો, ચીફ ઓફીસરે પરામર્શ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...